ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં 90 હજારથી વધુ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા - panchmahal

પંચમહાલ એવો પ્રદેશ છે કે, જ્યાં લોકો રક્તદાન કરતા પણ ગભરાય છે કેમ કે શિક્ષણનો અભાવ છે અને અંધશ્રધ્ધા વધુ છે, એટલે અંગદાનનું અભિયાન અઘરુ હતું. (donate organs in Panchmahal)

પંચમહાલમાં 90 હજારથી વધુ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા
પંચમહાલમાં 90 હજારથી વધુ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા

By

Published : Sep 22, 2022, 7:21 PM IST

વડોદરા: લોકોમાં સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે શહેરી વિસ્તારમાં શિક્ષિત લોકો વધુ જાગૃત હોય છે.(panchmahal) પરંતુ કેટલીક વખત આ માન્યતા સદંતર ખોટી ઠરે છે, કારણ કે 'અંગદાન' અંગે રાજ્યમાં સૌથી જાગૃત લોકો પંચમહાલમાં છે. આ પ્રદેશમાં શિક્ષણનુ પ્રમાણ ઓછું છે, આદિવાસીઓની વસ્તી મોટી સંખ્યામાં છે, અંધશ્રધ્ધામાં માનનારો મોટો વર્ગ છે, તેમ છતાં આ પ્રદેશમાંથી છેલ્લા 6 મહિનામાં જ 90 હજારથી વધુ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા છે, અને તે માટે લેખિત સંમતી પણ આપી છે. (donate organs in Panchmahal)

પંચમહાલમાં 90 હજારથી વધુ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા


ડોક્ટરે અંગદાન માટે અમને સમજાવ્યા:પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પીંગળી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીના પ્રયાસોથી 90 હજારથી વધુ અંગદાન સંકલ્પ શક્ય બન્યા છે. વિજયસિંહ કહે છે કે, 3 વર્ષ પહેલાં મારા ભત્રીજો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો, અને તેને બ્રેન ડેડ જાહેર કરાયો હતો. તે સમયે ડોક્ટરે અંગદાન માટે અમને સમજાવ્યા હતા, પરંતુ અંધશ્રધ્ધાને કારણે પરિવારજનો સહમત થયા નહતા. તે સમયે મને લાગ્યું હતું કે, અંગદાન માટે લોકોને જાગૃત કરવા જોઇએ. છ મહિના પહેલાં મેં આ વિચારને અભિયાનનું સ્વરૃપ આપ્યુ અને સૌથી પહેલુ સંકલ્પ ફોર્મ મારી પત્નીએ ભર્યું અને પછી મેં ભર્યું.(pledge to donate organs in Panchmahal)

90 હજારથી વધુ ફોર્મ ભરાઇ ગયા :સગા-સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકોને મળીને અંગદાન માટે સમજાવ્યા અને તેમના સંકલ્પ ફોર્મ ભર્યા પછી પીંગળીની આસપાસના ગામડાઓમાં, તાલુકામાં અને આખા પંચમહાલ જિલ્લામાં વિવિધ ગામ અને નગરોમાં જઇને લોકોને સમજાવીને અંગદાનનો સંકલ્પ કરતા ફોર્મ ભરાવ્યા હતા. આજ દિન સુધીમાં 90 હજારથી વધુ ફોર્મ ભરાઇ ગયા છે. આ માટે 'અંગદાન મહાદાન ડોટ ઇન' વેબસાઇટ પણ બનાવી છે, આ વેબસાઈટ માં 1 લાખ ફોર્મ ભરાઇ જશે એટલે આ વેબસાઇટ રાજ્ય સરકારને સોંપી દેવાશે. પંચમહાલ એવો પ્રદેશ છે કે, જ્યાં લોકો રક્તદાન કરતા પણ ગભરાય છે કેમ કે શિક્ષણનો અભાવ છે અને અંધશ્રધ્ધા વધુ છે એટલે અંગદાનનું અભિયાન અઘરુ હતું.

ABOUT THE AUTHOR

...view details