ગુજરાત

gujarat

ETV Bharat / state

MS યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700થી વધુ યુવાનોના સપના સાકાર થયા - 700થી વધુ યુવાનોના સપના થયા સાકાર

મેગા પ્લેસમેન્ટમાં 27 કંપનીઓએ 700થી વધુ યુવાનોને ઓફર લેટર અપ્યા છે. વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700થી વધુ યોવાનોનું નોકરી મેળવવાનું સપનું સાકાર થયુ છે.

aa
MS યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700થી વધુ યુવાનોના સપના થયા સાકાર

By

Published : Feb 13, 2020, 10:06 PM IST

વડોદરા: MS યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700થી વધુ યોવાનોનું નોકરી મેળવવાનું સપનુ સાકાર થયુ છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ મેગા પ્લેસમેન્ટમાં રિલાયન્સ, ટાટા, એલ એન્ડ ટી, જેવી પ્રતિષ્ઠિત 27 જેટલી કંપની હાજર રહી હતી અને ટેકનોલોજી, પોલિટેકનીક, માર્કેટિંગ સહિતના ક્ષેત્રોમાં યુવાનોને નોકરી મેળવવા માટે તક અને મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. જેની ખુશી વિદ્યાર્થીઓમાં જોવા મળી હતી.

MS યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700થી વધુ યુવાનોના સપના થયા સાકાર

આ મેગા પ્લેસમેન્ટનો પ્રારંભ કરાવતા MS યુનિવર્સિટીના કુલપતિ પરિમલ વ્યાસે જણાવ્યું કે, વર્તમાન સમયમાં વિદ્યાર્થી-યુવાનોને ખૂબ તક મળવાની છે. પરંતુ, સામે પડકાર પણ તેટલા જ રહેલા છે. યુવાનોએ પોતાની જાતને પદ-સ્થાન માટે લાયક બનાવવી પણ અનિવાર્ય બની રહેશે. તેમ એક વાર કોઈ નોકરી-કામ સ્વીકારી લીધા બાદ તેને પૂર્ણ નિષ્ઠાથી નિભાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. સાથે જ દરેક વ્યક્તિના કામ અને ગરિમાને જાળવવી જોઈએ. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

MS યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700થી વધુ યુવાનોના સપના થયા સાકાર

મેગા પ્લેસમેન્ટ ફેરના આયોજનના પ્રથમ વર્ષે જ વડોદરાને શ્રેષ્ઠ નોડલ ઝોન જાહેર કરવામાં આવ્યું હતો, ત્યારે બીજા આ મેગા પ્લેસમેન્ટને સફળ બનાવવા માટે 11 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં સીએસઆર અંતર્ગત પ્રી પ્લસમેન્ટ કાર્યક્રમમાં યોજવામાં આવ્યાં હતા. જેનાથી વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ માટે વધુ સારી તૈયારી કરી શકે. નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે તત્કાલ રજિસ્ટ્રશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમા 422 જેટલા ઉમેદવારોએ નામ નોંધાવ્યા હતા અને ઈન્ટરવ્યુ આપવાની તક મળી હતી.

ABOUT THE AUTHOR

...view details