વડોદરા: છેલ્લા એક માસથી રાજયભરના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત એ-kyc ની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેમા વડોદરા જિલ્લામાં કુલ 1 લાખ 95 હજાર 346 એક્ટિવ ખેડૂતો છે. જે પૈકી આજ દિન સુધી કુલ 1 લાખ 45 હજાર 465 લાભાર્થી ખેડૂતો દ્રારા યોજનાનો લાભ લેવા ઈ-કેવાયસી કરવામાં આવ્યું છે. જિલ્લાના કુલ 49 હજાર 881 લાભાર્થી ખેડૂતોએ હજુ ઈ-કેવાયસી કરાવ્યું નથી. ઉલ્લેખીય છે કે ખેડૂતો આગામી 31 ડિસેમ્બર 2022 સુધીમાં e- KYC નહીં કરાવે તેમને આગામી સહાયનો હપ્તો જમા થશે નહીં. (farmers in Vadodara district have e-KYC pending)
તાલુકા પ્રમાણે બાકી ખેડૂતો :વડોદરા જીલ્લામાં કુલ 49881 લાભાર્થીઓએ E-KYC કરાવ્યુ નથી. જે સમયસર તા. 31.12.2022 સુધીમાં E-KYC ના કરાવે તો આગામી સમયમાં લાભથી વંચીત રહી જશે. જે તાલુકાવાર ઈ-કેવાયસી બાકી છે એમાં વડોદરા ગ્રામ્યમાં 6437, ડભોઈ 7968, કરજણ 8463, પાદરા 8350, વાઘોડિયા 4623, શિનોર 4338, સાવલી 7013 અને ડેસર 2689 છે. આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજીયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે. (farmers in Vadodara district have e-KYC pending)
આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરવા માટે કયાં જવું ? :
જે બેંકમાં એકાઉન્ટ હોય તે સંબધિત બેંક શાખામાં જઈને બેંક એકાઉન્ટને આધાર સાથે લીંક કરાવવું જોઈએ. અથવા નિયત કેવાયસી ફોર્મ ભરી બેંક શાખામાં જમા કરાવવું જોઈએ.