ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણમાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ

વડોદરા: જિલ્લાના કરજણ તાલુકાના ખાંધા ગામમાં ભુરાટા બનેલા કપિરાજના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગ દ્વારા વહેલી તકે આતંક મચાવનાર કપિરાજને પકડી ગ્રામજનોને ભયમુક્ત કરાવવાની માગ કરવામાં આવી છે. કરજણના ખાંધા ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી ખાંધા ગામમાં એક કપિરાજે આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કપિરાજે 50થી 30 લોકોને બચકા ભર્યા છે.

વડોદરામાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ
વડોદરામાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ

By

Published : Jan 16, 2020, 5:15 PM IST

કપિરાજને પ‍ાંજરે પુરવા બાબતે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા ખાંધા ગામમાં પાંજરૂ મુકવામાં આવ્યું છે. જોકે હજુ સુધી આંતક મચાવનાર કપિરાજ પકડાયો નથી. ગ્રામજનોની માગ છે કે, આંતક મચાવનાર કપિરાજને ટૂંક સમયમાં પકડવામાં આવે .કપિરાજે કરેલા હુમલામાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

વડોદરામાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ

ABOUT THE AUTHOR

...view details