વડોદરાઃશહેરના રસ્તાઓ તો ઠીક હવે તો મોલ પણ મહિલાઓ માટે (Vadodara woman molestation)સુરક્ષિત રહ્યા નથી. માંજલપુર ડી માર્ટ મોલમાં( Manjalpur D Mart in Vadodara)મંગળવારે શોપિંગ કરવા ગયેલી મહિલા ટ્રાયલ રૂમમાં કપડાં બદલી રહી હતી. તેની બાજુના ટ્રાયલ રૂમમાં એક યુવક પોતાના મોબાઈલ ફોનમાં મહિલાનો વીડિયોઉતારતો હતો. જોકે મહિલા તેને જોઈ જતા બુમાબુમ( Teasing woman in Vadodara )થઈ હતી.વિડિયોઉતારનારપકડાઈ જતા તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.
molestation cases in vadodara: માંજલપુરના ડી માર્ટમાં ટ્રાયલ રૂમમાં મહિલાનો વીડિયો બનાવતો યુવક ઝડપાયો - Vadodara woman molestation
વડોદરા શહેરમાં ડી માર્ટના ટ્રાયલ રૂમમાં મહિલાનો વીડિયો (molestation cases in vadodara)બનાવતા યુવકને ઝડપી પાડ્યો છે. મોલના ટ્રાયલ રૂમમાં મહિલા કપડા ટ્રાયલ કરતા સમયે એક યુવકને વીડિયો બનાવતો હોવનું દેખાતા મહિલાએ બુમાબુમ કરતા સીકયુરીટી ગાર્ડે બાજુના ટ્રાયલ રૂમમાંથી ગાર્ડે શખ્સને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે મહિલાની છેડતીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃસારવારને બહાને મહિલા દર્દીની છેડતી મામલે તબીબની ધરપકડ
મોલમાં મહિલાની છેડતી -મોલમાં મહિલા શોપિંગ કરવા માટે ડી માર્ટમાં ગઈ હતી. કપડાં પસંદ પડતા તેઓ તેને ચેક કરવા માટે ટ્રાયલ રૂમમાં ગયા હતા. બાજુના ટ્રાયલ રૂમમાં ઉપરના ખુલ્લા ભાગમાંથી એક હાથ દેખાયો હતો અને તે હાથમાં મોબાઈલ ફોન હતો. જે જોઈ મહિલાએ બુમરાણ મચાવી દોડીને ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળ્યા હતા. જ્યારે સ્ટોરના સીકયુરીટી ગાર્ડે બાજુના ટ્રાયલ રૂમમાંથી 19 વર્ષીય રણજીત પરમાર રહે,મારેઠાને ઝડપી પાડયો હતો. તેમજ પોલીસને જાણ કરવામાં આવતા માંજલપુર પોલીસ સ્ટેશનની શી ટીમ ડી માર્ટ પહોંચી ગઈ હતી. મહિલાનો વિડિયો ઉતારનાર યુવકની કસ્ટડી મેળવીને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરીયાદના આધારે માંજલપુર પોલીસે છેડતીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃમહિલાની છેડતી બાબતે ઠપકો આપતા યુવકે 60 વર્ષિય વૃદ્ધની હત્યા કરી