ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના ગોત્રીમાં શાળાની દીવાલ પર મોદી-શાહ GO BACKના સૂત્રો લખાતા વિવાદ સર્જાયો

વડોદરા શહેરના ગોત્રીના ગદાપુરા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલની દીવાલ પર અસામાજિક તત્વો દ્વારા 'મોદી-શાહ GO BACKનું લખાણ લખવામાં આવ્યું હતું. જે બાદ નવો વિવાદ સર્જાયો હતો. જેને લઈને પુનઃ શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

CAA ને લઇ વડોદરામાં પીએમ મોદી અને અમિત શાહનો વિરોધ
વડોદરાના ગોત્રીમાં શાળાની દીવાલ પર મોદી-શાહ GO BACKના સૂત્રો લખાયાં

By

Published : Jan 28, 2020, 4:33 PM IST

વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગદાપુરા સ્થિત આવેલી ડી.આર.અમીન સ્કૂલની દીવાલ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાળા રંગના સ્પ્રેથી PM નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરૂદ્ધ લખાણ લખવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલની અન્ય દીવાલ ઉપર લખાયુ હતું કે, અમે લોકો મોદીની વડાપ્રધાન તરીકેની નિંદા કરીએ છીએ. જો કે, વહેલી સવારે વિસ્તારમાં રહેતાં સચીન ઠક્કર સહિતના રહીશોને ધ્યાને આ લખાણ ચઢતાં ગોત્રી પોલીસને જાણ કરવામાં આવી હતી.

વડોદરાના ગોત્રીમાં શાળાની દીવાલ પર મોદી-શાહ GO BACKના સૂત્રોથી વિવાદ વધ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂદ્ધ લખાણો લખાયા હોવાની પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં દીવાલ પર લખેલા લખાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, CAA-NRCના વિરૂદ્ધમાં દેશભરમાં જ્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે, ત્યારે ગત 16 ડીસેમ્બર, 2017ના રોજ શહેર પોલીસ કમિશનર કચેરીની દીવાલ તથા એમ.એસ યુનિવર્સિટીની દીવાલો પર ગ્રેફિટી બનાવવામાં આવી હતી. જેમાં પોલીસ ભવનના ગેટની ડાબી બાજૂ સ્વસ્તિક અને કમળનું ચિન્હ બનાવવામાં આવ્યું હતું.

બીજી તરફ મેઈન રોડની દીવાલ પર કાળા રંગથી M લખી સ્વસ્તિક બનાવી DI લખવામાં આવ્યું હતું. તેની સાથે અંગ્રેજીમાં NO CAB પણ લખવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ડી.આર.અમીન સ્કૂલ પર ગ્રેફિટી બનાવનાર તત્વોએ પેટર્ન બદલી માત્ર મોદી અને શાહને ટાર્ગેટ કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details