વડોદરાઃ લોકડાઉનને અનુલક્ષીને તથા અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના ATM આવેલા નથી એમને લોકડાઉનના સમયગાળામાં નાણાં ઉપાડવાની સરળતા માટે SBI દ્વારા એક અભિનવ પહેલના રૂપમાં મોબાઈલ ATM વાહનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
લોકડાઉન વચ્ચે વડોદરામાં SBIએ મોબાઈલ ATM તૈયાર કર્યું - Launched by Mobile ATM Shalini Aggarwal
વડોદરા SBIએ લોકડાઉન હેઠળ લોકોને નાણાંના ઉપાડની સરળતા માટે તૈયાર કરેલા મોબાઈલ ATMનો પ્રારંભ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કરાવ્યો હતો.
વડોદરામાં SBI દ્વારા લોકડાઉન હેઠળ મોબાઈલ ATM તૈયાર કરાયું, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે દ્વારા કરાયો પ્રારંભ
આનો શુભારંભ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. SBIના DGM સરોજકુમાર પટનાયક અને એમની ટીમે આ આયોજન કર્યું હતું.
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે શુભકામનાઓ પાઠવી હતી. આ એક ખૂબ જ સરસ અને લોકડાઉનના સમયમાં ઉપયોગી પહેલ છે. એવા શબ્દો સાથે અભિનંદન આપ્યા હતાં. તેમણે જણાવ્યું કે, આ મોબાઇલ ATM દૂર દરાઝના વિસ્તારોમાં હોઇ છે. જેથી લોકોને નાણાં ઉપાડવાની સરળતા થશે.