ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાઃ સાવલીના MLA કેતન ઇનામદાર અને કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ કોરોના પોઝિટિવ - સાવલીના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

વડોદરા જિલ્લાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ ભાજપમાં હડકંપ મચ્યો છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

By

Published : Jul 20, 2020, 12:38 PM IST

  • સાવલીના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • કરદજણના બે પૂર્વ ધારાસભ્યનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • રવિવારે કરજણના પૂર્વ ધારાસભ્યનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વડોદરા: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જ્યારે, કરજણના બે પૂર્વ ધારાસભ્યના પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રવિવારે રાત્રે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ સમગ્ર માહિતીની જાણ તેઓએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને આપી હતી.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મહત્વનું છે કે, અક્ષય પટેલ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતાં, ત્યારે તેેઓએ લોકોને જાહેરમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત કરજણના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ (નિશાળીયા)નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details