ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવલીના એક ગામમાં યુવતીનો સ્નાન કરતો વીડિયો બનાવી આચર્યું દુષ્કર્મ, પીડિતાએ નોંધાવી ફરિયાદ

વડોદરાના સાવલીમાં દુષ્કર્મનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ મિત્રના પત્નીનો સ્નાન કરતો વીડિયો બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું છે. જેથી પીડિતાએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.

દુષક્રર્મ
દુષક્રર્મ

By

Published : Jan 9, 2021, 8:34 PM IST

  • દારૂના ગુનામાં પાસા થતાં પતિના મિત્રની મદદ લેવી પત્નીને ભારે પડી
  • સ્નાન કરતી યુવતીનો વીડિયો બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું
  • પીડિતાએ નોંધાવી ફરિયાદ

વડોદરાઃ સાવલીમાં દુષ્કર્મનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ મિત્રના પત્નીનો સ્નાન કરતો વીડિયો બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું છે. જેથી પીડિતાએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.

આરોપીએ છોકરાઓને મારવાની આપી ધમકી

સાવલી તાલુકાના એક ગામમાં રહેતા યુવતીએ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 5 વર્ષ અગાઉ તેમના લગ્ન થયા હતા અને સંતાનમાં 2 બાળકો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન પોલીસે તેમના પતિની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી. આ સમયે પતિના મિત્ર જાહિદ રાયસંગ વાઘેલા તેમની સાથે પતિને ટિફિન આપવા પોલીસ મથકે ગયા હતા. જેના 2 દિવસ બાદ આરોપી તેમના ઘરે ગયો હતો અને સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો બતાવી આરોપીએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કોઈને કહેવા પર તેમના છોકરાઓેને મારવાની ધમકી આપી હતી.

દારૂના ગુનામાં સજા ભોગવી રહેલા પતિના જેલમાંથી છૂટ્યા બાદ યુવતીએ ફરિયાદ નોંધાવી

વધુમાં પીડિતાએ જણાવ્યું કે, જાહિદ વાઘેલા અને દિલીપ ઉર્ફે પપ્પુ તખતસિંહ વાઘેલા તેમના ઘરે ગયા હતા અને બાથરૂમમાં સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી અને આવું ન કરવા પર છોકરાઓને મારી નાખી પતિને કાયમ જેલમાં સડાવવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. .ત્યારબાદ દર 2-3 દિવસે બન્ને આરોપી તેમના ઘરે જતા અને જાહિદ દુષ્કર્મ ગુજારતો હતો. જેથી પીડિતાએ પતિના જેલમાંથી છૂટ્યા બાદ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદને આધારે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details