જિલ્લા પંચાયતના સભ્યોનું કાર્ય સરળ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા લેપટોપ આપવાની જાહેરાત કરાઈ હતી. જે સંલગ્ન જિલ્લા પંચાયતમાં કારોબારી સભા અને સામાન્ય સભામાં ચર્ચા કરી બજેટ પાસ કરાયું હતું. સાથે જ સભ્યોને લેપટોપના કાર્યો અને ઉપયોગ વિશે ટૂંકી જાણકારી આપી હતી.
વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોને ટૂંક સમયમાં લેપટોપ અપાશે - વડોદરા જિલ્લા પંચાયત લેપટોપ વિવાદ
વડોદરાઃ ડિઝિટલ ઈન્ડિયા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના સભ્યોને લેપટોપ આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં કારોબારી અને સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં તમામ સભ્યોને લેપટોપના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ લેપટોપ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી કાર્યને ડિઝિટલમાં ફેરવવાનો છે. કાર્યની સરળતા અને ઝડપ વધે તે માટે સભ્યોને લેપટોપ આપવામાં આવશે. પરંતુ, તંત્ર દ્વારા જાહેરાત કર્યા બાદ આ અંગે બીજી કોઈ માહિતી અપાઈ નથી, ત્યારે લેપટોપની ખરીદી ગર્વમેન્ટ માર્કેટમાંથી કરવી કે લેટ માર્કેટમાંથી ખરીદવા તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
આમ, તંત્ર દ્વારા લેપટોપની યોજના અંગે વડોદરા જિલ્લા પંચાયતમાં બજેટ પાસ કરાયું હતું, ત્યારબાદ તેની ખરીદી અંગે મહત્વની ચર્ચા કરાઈ હતી. જેથી તમામ સભ્યોને વહેલી તકે લેપટોપ આપી ડિઝિટલ કાર્યની શરૂઆત થાય.