ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પીવાના પાણીની સમિક્ષા માટે દર સોમવારે યોજાશે બેઠક - vadodara

વડોદરાઃ જિલ્લામાં આકરા ઉનાળાને અનુલક્ષીને વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા દર સોમવારે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ કલેક્ટરે અને તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીઓ તેમના તાબાના તાલુકાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા અને કોઇ મુશ્કેલીઓ હોય તો તેની સમીક્ષા કરશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શનિવારના રોજ બેઠક યોજીને વડોદરા જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાની સમીક્ષા કરશે.

વડોદરામાં પીવાના પાણીની પરિસ્થિતિના મુદ્દે દર સોમવારે સમીક્ષા બેઠક યોજાશે

By

Published : May 4, 2019, 12:00 PM IST

ત્યારે પાણી પૂરવઠા બોર્ડ દ્વારા હાલમાં ઉનાળાને અનુલક્ષીને 4 ટીમો હેન્ડપંપ્સના રીપેરીંગ માટે સતત કાર્યરત રાખવામાં આવી છે. આ ટીમોએ એપ્રિલ મહિનામાં વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 210 બગડેલા હેન્ડપંપ્સ દુરસ્ત કર્યા હતા. વર્ષ 2018-19 દરમિયાન જિલ્લામાં 3190 હેન્ડપંપ્સનું સમારકામ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાણી પૂરવઠા બોર્ડ દ્વારા ગાંધીનગરમાં નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સંપર્ક પીવાના પાણીની મુશ્કેલીઓની બાબતમાં રાજ્યના કોઇપણ વિસ્તારમાંથી લોકો કરી શકે છે. તેનો સંપર્ક ટોલ ફ્રી નં.1916ની મદદથી થઇ શકે છે. આ હેલ્પલાઇનને મળતી ફરિયાદોની પછી સંબંધિત જિલ્લાને જાણ કરવામાં આવે છે.

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ પાણી પૂરવઠા બોર્ડના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજીને, જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પીવાના પાણીની પરિસ્થિતી અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારે 166 ગામોને જુથ પાણી પૂરવઠા યોજનાઓમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે અને જિલ્લાના ગામોમાં સ્વતંત્ર પાણી પૂરવઠા યોજનાઓ પણ કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે હેન્ડપંપ્સ બનાવવા બોર ગારવાની બોર્ડની તૈયારી છે અને ખુબ વિકટ સંજોગોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવું પડે તો તેના ભાવ પણ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં ક્યાંય ટેન્કરથી પાણી આપવાની જરૂરિયાત નથી અને 113 ગામોના લોકોને લાભ મળવાનો છે. તેવી 2 જુથ પાણી પૂરવઠા યોજનાઓના કામો ચાલી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details