વડોદરા: શહેરના આજવા રોડ ઉપર સપના ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના રાઇટર અને ડાયરેક્ટર અગરખાન ઉર્ફે બોબી ખાનને નાર્કોટિક્સ સેલ CID ક્રાઇમ ગાંધીનગર પોલીસે ચોક્કસ બાતમીના (Vadodara CID Crime Branch )આધારે રૂપિયા 23,000 ઉપરાંતની કિંમતના MD ડ્રગ્સ (MD Drugs)સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડ ઉપરથી ડ્રગ્સ સાથે ફિલ્મોનો (Gandhinagar Narcotics Cell )રાઇટર અને ડાયરેકટર ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.
વડોદરામાંMD ડ્રગ્સ સાથે એક ઝડપાયો -રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીતેમજ માદક દ્રવ્યોની (MD drugs seized from Vadodara)થતી હેરાફેરી પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે આજવા રોડ ઉપર આવેલા એફ-156, ભાગ્યલક્ષ્મી ટાઉનશીપમાં રહેતા અને સપના ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના રાઇટર અને ડાયરેક્ટર અગરખાન ઉર્ફે બોબી અબ્દુલસતાર ખાન ડ્રગ્સની હેરાફેરી કરે છે. જે માહિતીના આધારે પોલીસ સ્ટાફ સાથે તેના ઘરે દરોડો પાડી અગરખાન ઉર્ફ બોબીને ઝડપી પાડયો હતો. તેની પાસેથી રૂપિયા 23,000ની કિંમતનું 2.310 ગ્રામ MDડ્રગ્સ કબજે કરવામાં આવ્યુ છે. તે સાથે એક બાઇક, મોબાઇલ ફોન, તેમજ રોકડ રૂપિયા 1800 મળી કુલ રૂપિયા 84,900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.