વડોદરાઃસાડા પાંચ વર્ષની ઉંમરના ડાકોરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના યાકુતપુરાના 8 વર્ષના મહંમદ હસનને વારંવાર લકવાનો હુમલો થતો હતો. બંનેના પરિવારજનો આ બાળકોને લઈ વિવિધ( Children suffering from Mayo Mayo)જગ્યાઓએ ખાનગી દવાખાનાઓમાં ગયા હતા. નાણાં ખર્ચ્યા પણ કોઈ ઈલાજ ના મળ્યો કે રાહત ના થઈ. આખરે પરિવારજનોએ સરકારી સયાજી હોસ્પિટલનો (Sayaji Hospital, Vadodara)સહારો લીધો હતો.
બાળકોને રોગ સામે રાહત અપાવી
ન્યુરો સર્જરી વિભાગના વડા ડૉ.અમેય પાટણકર તથા તેમના સહયોગી ડૉ. પાર્થ મોદી અને ડૉ.યક્ષ સોમપુરા તથા તબીબોની ટીમે બાળકોમાં જવલ્લેજ થતાં અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં સંકોચનના લીધે લોહીનો અપૂરતો પુરવઠો મળવાના લીધે થતાં માયો માયો નામના રોગથી (Mayo Mayo disease)પીડિત હોવાનું નિદાન કર્યું હતો. લગભગ 5 કલાકથી પણ લાંબી ચાલતી જટિલ સર્જરી કરીને આ બાળકોને માયો માયો રોગ સામે રાહત અપાવી હતી.