વડોદરાઃ શહેરના કારેલી બાગ ખાસવાડી સ્મશાનની સામેની ખુલ્લી જગ્યામાં સફાઇ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ જગ્યાએ સ્મશાન બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વડોદરાના ખાસવાડીમાં સ્મશાન બનાવવા બાબતે સ્થાનિકોએે કર્યો વિરોધ - Khaswadi Cemetery
વડોદરા શહેરમાં ખાસવાડી વિસ્તારમાં સ્મશાન બનાવવામાં આવતું હોવાની મહિતી સ્થાનિકોને મળતા વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરના ખાસવાડી વિસ્તારમાં સ્મશાન બનાવવા બાબતે સ્થાનિકએે વિરોધ કર્યો
શિલ્પાબહેન બારોટે જણાવ્યું હતું કે, સવારથી સફાઇની કામગીરી શરૂ કરવામાં આવતા નવગર મહોલ્લાના યુવાનો સ્થળ પર ગયા હતાં. જેઓને આ જગ્યાએ સ્મશાન બનવાનું હોવાની માહિતી મળતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો અહીં સ્મશાન અથવા તો કબ્રસ્તાન બનાવવામાં આવશે તો ભારે વિરોધ કરવામાં આવશે. તેવુ જણાવવામાં આવ્યું હતું.