વડોદરા: શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ (Rain in Vadodara )પડયો છે. વરસાદના કરણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયની સમસ્યા સર્જાઈ છે. શહેરના જલારામનગર વિસ્તારમાં રહીશોને ઘર આગળ જ પાણીનો જમાવડો હોવાથી સ્થાનિકો રોગચાળાની (Rainwater flooded Vadodara)દહેશત વચ્ચે જીવી રહ્યા છે. સ્થાનિકોને અહીંથી વાહન લઈ પસાર થવું કે ચાલતા જાવામાં પણ ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈજ વ્યવસ્થા આવેલી નથી.
શહેરમાં કયા વિસ્તારમાં પાણી ભરાયા -આ વિસ્તાર વહીવટી વોર્ડ નંબર 3 માં આવેલ છે સ્થાનિકો દ્વારા અનેકવાર વોર્ડ કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરી છે વરસાદી પાણી (Rain Forecast in Vadodara )સાથે આ વિસ્તારના લોકોને આરોગ્ય, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓથી હજુ વંચિત છે. સ્માર્ટ સિટીના નામે ઓળખાતી વડોદરા નગરીના રહીશો હજુ પણ વિકાસ માટે જજુમી રહ્યા છે. શનિવારે 3 ઇંચ જેટલા વરસાદ બાદ રવિવારે ઓણ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશો પણ સર્જાય હતા. ગેંડા સર્કલથી મનીષા ચોકડી, અલકાપુરી, સુભાનપુરા, એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.જોકે શહેરમાં છેલ્લા બે દિવસ માં 4 ઇંચ વરસાદ પડયો છે ત્યારે શહેરના વાઘોડિયા રોડ , જલારામનગર , કિશનવાડી, માંજલપુર, ગોરવા, પ્રતાપગંજ, ચાર દરવાજા અને રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાથે સ્થાનિકોને ભરાયેલ પાણીથી ખુબજ મુશ્કેલી વેઠી રહ્યાં છે.
આ પણ વાંચોઃ8 ઈંચ વરસાદે ખોલી તંત્રની પોલ, લોકોમાં જોવા મળ્યો રોષ