ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના માંજલપુરના પોષ વિસ્તારમાં igh Profile જુગારની ક્લબમાંથી 7ની ધરપકડ કરી - Gambling Club

વડોદરાના માંજલપુર જેવા પોષ વિસ્તારમાં મુંબઇ સ્ટાઇલમાં જુગારની ક્લબ ચાલી રહી હતી. જ્યાં Majalpur Policeએ દરોડો પાડી ક્લબ સંચાલક સહિત સાત લોકોની ધરપકડ કરી છે.

જુગારની ક્લબમાંથી 7ની ધરપકડ કરી
જુગારની ક્લબમાંથી 7ની ધરપકડ કરી

By

Published : Jun 20, 2021, 9:48 AM IST

  • માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રમજીવીનગરમાં જુગારની ક્લબ ઉભી કરાઇ હતી
  • બાતમીના આધારે Majalpur Policeએ મોડી રાત્રે દરોડો પાડ્યો
  • માંજલપુર પોલીસે High Profile ક્લબમાં જુગાર રમી રહેલા 7ની ધરપકડ કરી

વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રમજીવીનગરમાં છેલ્લા કેટલાય સમયથી પ્રવિણ પટેલ નામનો વ્યક્તિ બેફામ બની High Profile જુગાર ક્લબ ચલાવતો હતો. આ અંગે Majalpur Policeને ચોક્કસ બાતમી મળી હતી કે, ગત મોડી રાત્રે શ્રમજીવીનગરમાં ચાલતા High Profile જુગારના ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો હતો. Majalpur Police અચાનક પહોંચતા ક્લબમાં જુગાર રમી રહેલા ખેલીયોમાં નાસભાગ મચી હતી. જેમાંથી કેટલાકે Majalpur Policeની પકડથી બચવા માટે ત્રીજા માળે પહોંચી જઇ દોરડુ લટકાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ પમ વાંચો : મોરબીના જોન્સનગરમાં Morabi LCB Team દ્વારા જુગાર ક્લબ ઝડપાઈ

જુગાર ક્લબ ચલાવતા પ્રવિણ પટેલ સહિત સાતની ધરપકડ

Majalpur Policeનો કાફલો પુરતા પ્રમાણ હોવાથી ખેલિયોને ભાગવમાં સફળતા મળી ન હતી. Majalpur Policeએ High Profile જુગાર ક્લબમાં તપાસ કરતા ફિલ્મોમાં જોવા મળતા રાઉન્ડ ટેબલ, રેડ કાર્પેટ, પ્લાસ્ટિક કોઇન્સ (સિક્કા) અને રોકડ રકમ મળી હતી. જેથી Majalpur Policeએ આ મામલે High Profile જુગાર ક્લબ ચલાવતા પ્રવિણ પટેલ સહિત સાતની ધરપકડ કરી હતી.

જુગારની ક્લબમાંથી 7ની ધરપકડ કરી

High Profile દારૂની મહેફિલના અનેક કિસ્સાઓ સામે આવ્યા

આ તમામ મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરામાં અત્યારસુધી High Profile દારૂની મહેફિલ માણી રહ્યા હોય અને પોલીસ પહોંચે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ મુંબઇ સ્ટાઇલમાં High Profile જુગાર ક્લબ શરૂ કરવામાં આવે તે નવાઇની બાબત છે.

ABOUT THE AUTHOR

...view details