ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના એક વ્યક્તિએ બનાવી 125 ફૂટ લાંબી અગરબત્તી - stick

વડોદરાઃ ગાયકવાડના શહેરમાં અવનવી પ્રતિભાઓનો ઉદ્ભવ થતો જ રહે છે. ત્યારે આ વખતે વડોદરાના એક વ્યક્તિ દ્વારા 125 ફૂટ લાંબી અને 5260 કિલોનું વજન ધરાવતી મહાકાય અગરબત્તી બનાવવામાં આવી છે. હવામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે આ અગરબત્તીમાં કુદરતી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અગરબત્તી

By

Published : May 4, 2019, 5:43 PM IST

આ અગરબત્તી બનાવનાર વિહાભાઈ ભરવાડે કહ્યું કે, તેમાં 150 કિલો ગાયનું શુદ્ધ ઘી, 3 હજાર કિલો ગાયના છાણનો પાવડર, 700 કિલો નાળિયેરનું છીણ, 450 કિલો જવ અને તલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સુગંધ માટે 700 કિલો ગુગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, આ અગરબત્તી બનાવવા પાછળ અંદાજે 11 લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વડોદરાના એક શખ્સે 125 ફૂટ લાંબી અગરબત્તી બનાવી

આ મહાકાય અગરબત્તી 2 મહિના સુધી ચાલી શકે છે. જેમાં માત્ર કુદરતી પદાર્થોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી વાતાવરણમાં શુદ્ધિકરણ થાય અને આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે. આ અગરબત્તી બનાવવા પાછળ 3 મહિના કરતા વધુ સમય લાગ્યો છે. આ પહેલા પણ વિહાભાઈએ વર્ષ 2016માં 121 ફૂટ લાંબી અગરબત્તી બનાવી ચુક્યા છે. જ્યારે આ વર્ષે 125 ફૂટ લાંબી અગરબત્તી બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details