વડોદરા: શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં (Vadodara Vishwamitri river)હજારોની સંખ્યામાં મગરો વસવાટ કરી રહ્યાં છે. જોકે આ મગરોએ કોઇ મનુષ્યનો જીવ લીધો હોય તેવો કિસ્સો હજી સુધી પ્રકાશમાં આવ્યો નથી કારણ કે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોએ કોઇ દિવસ મનુષ્યનો શિકાર કર્યો નથી. પરંતુ ક્યારેક જોવા મળતા દ્રશ્યો પૈકીનો વિડિઓ જેમાં યુવકનો મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River)વસવાટ કરતા મગરોની વચ્ચે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મગર યુવકના મૃતદેહને પોતાના જડબામાં દબાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચોઃવિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને યોજાઇ બેઠક
વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી -ગત રવિવારે મોડી સાંજે શહેરના ભીમનાથ બ્રીજ પરથી કોઇ અજાણી વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી હોવાની જાણ સ્થાનિકો(Man commits suicide in Vadodara)દ્વારા વડોદરા ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રીગેડ સ્થળ ઉપર દોડી આવી મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે અંધારૂ થઇ જતા અને મગરોનો ભય હોવાથી કામગીરી એક તબક્કો રોકી દેવી પડી હતી ત્યારબાદ યુવકની શોધખોળ માટે ફાયર બ્રીગેડની ટીમ સોમવાર વહેલી સવારથી કામે લાગી હતી. મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે ફાયર બ્રીગેડે યુવકની શોધખોળ કરી રહ્યાં હતા.