ગુજરાત

gujarat

ETV Bharat / state

પતંગ રસિયાઓમાં લખનૌવી દોરાનો ક્રેઝ, હાથેથી માંઝેલો દોરો સૌથી ઘાતક

વડોદરામાં કલ્લુભાઈએ માઝેલા દોરા સામે ભલભલી પતંગ (Vadodara Handcrafted manzello thread) પાણી ભરે તેવું કહેવાય છે. જેને લઈને હાલ પતંગ રસિયાઓ કલ્લુભાઈ ત્યાં દોરો સુતાવી રહ્યા છે. કલ્લુભાઈના હાથથી માંઝેલો દોરો સૌથી ઘાતક હોવાનું મનાય છે. જેને લઈને હાલ 10 લોકો હાથથી દોરો માંઝવાનું કામ કરી રહ્યા છે. (Makar Sankranti in Vadodara)

પતંગ રસિયાઓમાં લખનૌવી દોરાનો ક્રેઝ, હાથેથી માંઝેલો દોરો સૌથી ઘાતક
પતંગ રસિયાઓમાં લખનૌવી દોરાનો ક્રેઝ, હાથેથી માંઝેલો દોરો સૌથી ઘાતક

By

Published : Jan 10, 2023, 4:04 PM IST

વડોદરામાં કલ્લુભાઈએ માંઝેલા દોરા સામે ભલભલી પતંગ પાણી ભરે...

વડોદરા : શહેરની એક આગવી ઓળખ એટલે ઉત્તરાયણ. વડોદરામાં ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન (Makar Sankranti in Vadodara) શરૂ થઇ ગયું છે. શહેરીજનોએ પતંગ અને દોરાની ખરીદી શરૂ કરી દીધી છે. એમાં પણ ઉત્તરાયણમાં ખાસ કરીને સૌથી મહત્વનો હોય છે માંજો એટલે પતંગ રસિયાઓ પહેલેથી જ દોરા સુતાવા આપી દે છે. પતંગ રસિયાઓ પતંગ અને દોરા લેવા બજારોમાં આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં મશહુર લખનૌવી હાથ માંઝો એટલે કે લખનૌવી દોરાનો પતંગ રસિયાઓમાં ભારે ક્રેઝ છે. નવાબી શહેર લખનૌના કલ્લુભાઈ અને તેમનો પરિવાર છેલ્લા 70 વર્ષથી વડોદરામાં દોરો હાથથી સૂતે છે. (Vadodara Handcrafted manzello thread)

આ પણ વાંચોInternational kite festival: વડોદરામાં વિદેશી પતંગબાજોની રમઝટ

હાથથી માંઝેલો દોરો સૌથી ઘાતક વડોદરા લખનૌવી કલ્લુભાઈ અહીં વડોદરાના મહારાજાને મળવા આવ્યા હતા, ત્યારબાદ વડોદરાને કર્મભૂમિ બનાવી હાથથી દોરો માંઝવાની શરૂઆત કરી હતી કલ્લુભાઈનો હાથથી માંઝેલો (makar sankranti festival in Vadodara) દોરો સૌથી ઘાતક હોવાનું મનાય છે. ઉત્તરાયણમાં પતંગના પેચ કાપવાની મજા પતંગ રસિયાઓ કાલ્લુભાઈના દોરાથી માણે છે. સમય જતા કલ્લુભાઈના દોરાની માંગ વધીએ સાથે જ હાલ 10 લોકો હાથથી દોરો માંઝવાનું કામ કરે છે. રોજની 250 રીલ માંઝે છે. ફક્ત એટલું જ નહીં, અહીં લોકો દૂર દૂરથી દોરો સુતાવા માટે આવે છે. કલ્લુભાઈ વડોદરા શહેરના સલાટવાળા વિસ્તાર ખાતે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. (Makar Sankranti in Vadodara)

આ પણ વાંચોવડોદરાના નવલખી મેદાન ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્ત્સવનો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉત્તરાયણને લઈને લોકો અને ખાસ કરીને યુવાનોમાં (Vadodara uttarayan festival) ભારે ઉત્સાહ હોય છે. ત્યારે આ વખતે વડોદરાના નવલખી મેદાન (International Kite Festival Gujarat) ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો (International Kite Festival 2023 Vadodara) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને ઉત્સવપ્રિય નગરીમાં વિદેશી પતંગબાજો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ પતંગ રસિયાઓમાં લખનૌવી દોરાનો ભારે ક્રેઝ હોય તેવું સામે આવ્યું છે. જેને લઈને કલ્લુભાઈ ત્યાં ફરી એકવાર પતંગ રસિયાઓ લાંબી લાઈન જોવા મળી હતી. મળતી માહિતી મુજબ રોજની 250 રીલ માંઝે છે. (Vadodara Handcrafted Manjello thread Kallubhai)

ABOUT THE AUTHOR

...view details