ગુજરાત

gujarat

ETV Bharat / state

makar sankranti 2023: વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું - makar sankranti 2023

ઉત્તરાયણના એક દિવસ પહેલા વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકને પતંગના દોરાથી ગળા પર ઇજા થતાં 21 ટાંકા આવ્યા છે. યુવકને સયાજી હોસ્પિટલમાં (Vadodara Civil hospital) સારવાર આપવામાં આવી હતી. વડોદરાના આરવી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગી હતી. બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું દોરીથી ગળું કપાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

biker throat was cut by a kite string in vadodara
biker throat was cut by a kite string in vadodara

By

Published : Jan 14, 2023, 12:43 PM IST

વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું

વડોદરા:વડોદરામાં છેલ્લા 13 દિવસમાં પતંગના દોરાથી ગળા કપાવાની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા બાદ હવે ઉત્તરાયણના એક દિવસ પહેલા જ બાઇકસવાર યુવકને ગળા પર ઇજાઓ થયાની ઘટના બની છે. શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર ફ્લેટમાં રહેતો 31 વર્ષિય યુવક નિખિલ સુરેશભાઇ કાછિયા પટેલ આજે બપોરે સાડા ત્રણ વાગ્યે બાળકને લઇને ટુ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન જેતલપુર બ્રીજ પર પતંગના દોરાથી નિખિલના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી.

આ પણ વાંચોઉત્તરાયણઃ આજે ધાબે દિવસ ઉગશે અને અગાશીએથી સૂર્ય આથમશે

દોરીથી યુવકનું ગળું કપાયું:જેથી નિખિલને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ગળા પર 21 ટાંકા આવ્યા છે. પતંગના દોરાથી ગળું કપાતા નિખિલનો સહેજમાં જીવ બચ્યો છે. જો કે નિખિલ જેવા નસિબદાર બધા નથી હોતા. ગત સપ્તાહે જ વડોદરામાં ગળું કપાવાની ઘટનામાં બે લોકો મોત થયા હતા દસ દિવસ પહેલા બાઇકસવાર મહેશ ઠાકુરનું પતંગની દોરીથી ગળું કપાતા મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. યુવાનને દોરી વાગી હોવા છતાં તે જાતે જ સ્ટ્રેચર પર જઈને ઊંઘો સૂઈ ગયો હતો. જ્યાર બાદ તેનું મોત થયું હતું.

આ પણ વાંચોઉત્તરાયણ પર પોળની આગાશીના ભાવ લાખને પાર, ભાડામાંથી આવક

જીવલેણ દોરી:વડોદરાના આરવી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગી હતી. બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું દોરીથી ગળું કપાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રવિવાર સાંજે સાડાછ વાગ્યે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નીકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી, જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details