ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ પેટા ચૂંટણી માટે BTPના મહેન્દ્ર વસાવાએ ઉમેદવારી નોંધાવી, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ગુજરાતની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (BTP) ઉમેદવાર મહેન્દ્ર અંબાલાલ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

કરજણ પેટા ચૂંટણી
કરજણ પેટા ચૂંટણી

By

Published : Oct 16, 2020, 8:30 PM IST

  • ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
  • કરજણ બેઠક માટે BTPના ઉમેદવારે ભર્યું નામાંકન
  • BTPના ઉમેદવાર છે મહેન્દ્ર વસાવા

કરજણ: ગુજરાતની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (BTP) ઉમેદવાર મહેન્દ્ર અંબાલાલ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કરજણ બેઠક માટે રાજ્યના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારોની જાહેરાત પહેલા જ કરી દીધી છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે શુક્રવારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર અંબાલાલ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આમ હવે પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

કરજણ પેટા ચૂંટણી માટે BTPના મહેન્દ્ર વસાવાએ ઉમેદવારી નોંધાવી, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (BTP) ઉમેદવાર મહેન્દ્ર અંબાલાલ વસાવા જ્યારે પોતાનું નામાંકન ભરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કરજણ તાલુકાના પ્રમુખ ઘનશ્યામ મેલસિંગ વસાવા, કરજણ તાલુકાના ઉપપ્રમુખ કૃષ્ણકાંત વસાવા, કરજણ શહેર યુવા પ્રમુખ જયદીપ વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details