ગુજરાત

gujarat

ETV Bharat / state

મહારાષ્ટ્રના ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડોદરાના મહેમાન બન્યા હતા - મહારાષ્ટ્ર સરકારના ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

વડોદરાના કેલનપુર ખાતેના દાદા ભગવાન તીર્થસ્થાને મહારાષ્ટ્ર સરકારના ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis in Vadodara) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ હિન્દુત્વ અને સમાજના સંગઠન અંગે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.

મહારાષ્ટ્રના ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડોદરાના મહેમાન બન્યા હતા
મહારાષ્ટ્રના ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડોદરાના મહેમાન બન્યા હતા

By

Published : Nov 13, 2022, 4:37 PM IST

ન્યૂઝ ડેસ્ક:વડોદરાનાકેલનપુર ખાતેના દાદા ભગવાન તીર્થસ્થાને આજથી બે દિવસથી દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ મધ્યવર્તી મંડળ મુંબઈ અને દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ મંડળ વડોદરાના સંયુક્ત ઉપક્રમે રોપ્ય મહોત્સવ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના ઉપ મુખ્યપ્રધાન CM દેવેન્દ્ર (Maharashtra Deputy CM Devendra Fadnavis) ફડણવીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ હિન્દુત્વ અને સમાજના સંગઠન અંગે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.

ઋગ્વેદી બ્રાહ્મણ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા:મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાનના (Devendra Fadnavis in Vadodara) હસ્તે સમાજ શ્રેષ્ઠિઓનો સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર કેયુર રોકડિયા,ડેપ્યુટી મેયર નંદાબેન જોશી તેમજ ઋગ્વેદી બ્રાહ્મણ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે દેષસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ સમાજ વડોદરાના પ્રમુખ નિતીન શાહપુરકરે માહિતી આપી હતી. સાથે જ આવતીકાલના મહિલા અને યુવા ઉત્કર્ષ સંમેલનમાં હાજર રહેવા માટે સૌને આમંત્રણ પણ આપ્યું હતું.

બાળાસાહેબની શિવસેનામાં શિંદે જોડાયા છે:વડોદરા એરપોર્ટ પર મહારાષ્ટ્રના ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે જૂથના પૂર્વ સાંસદ ગજાનંદ કીર્તિકરએ શિંદે શિવસેના જૂથમાં સામેલ થતાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાળાસાહેબની શિવસેનામાં કીર્તિકર શિંદે જોડાયા છે. ત્યારે બાળા સાહેબ ઠાકરેના તમામ સાચા ભક્તો શિંદે સાથે જોડાઈ રહ્યા છે, તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details