મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વડોદરાની મુલાકાતે, જાહેર સભા સંબોધિત કરી - maharashtra
વડોદરાઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા ચરણોમાં ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વડોદરાની મુલાકાતે આવ્યા હતા.
વડોદરા ખાતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના પ્રચાર માટે શહેરના માર્કેટ ચાર રસ્તા ખાતે જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભામાં આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું ભાષણ એક પ્રકારનું મનોરંજન છે. આ ઉપરાંત મોદી સરકારે નવા ભારતની કલ્પના સાકાર કરી છે. દેશને સુરક્ષિત રાખવા માટે કઠોર નિર્ણય લીધા છે. વિશ્વમા ભારતને ગૌરવ અપાવ્યું છે. વર્ષ 2014 પછી ભારતમાં આતંકવાદ સામે કામગીરી શરૂ કરવામાં આવી. સર્જીકલ સ્ટાઈક કરી ને આતંકીનો ખાતમો બોલાવ્યો છે.