ગુજરાત

gujarat

ETV Bharat / state

Maha Shivratri 2022: યુવા કલાકારની અનોખી શિવભક્તિ, શિવના વિવિધ સ્વરૂપો દર્શાવતા અદભૂત ચિત્રો તૈયાર કર્યા

વડોદરા શહેરના પરમહંસ આર્ટના યુવા કલાકાર કિશન શાહની અનોખી શિવભક્તિ ચિત્રકાર દ્વારા શિવરાત્રીના (Maha Shivratri 2022)ઉપલક્ષમાં મહાદેવના વિવિધ સ્વરૂપો(Vadodara shiv panting) દર્શાવતા 10 જેટલા મંત્ર- યંત્ર-તંત્ર‌નો સમન્વય કરી અદ્ભુત પેઇન્ટિંગ્સ બનાવ્યાં.

Maha Shivratri 2022: યુવા કલાકારની અનોખી શિવભક્તિ, શિવના વિવિધ સ્વરૂપો દર્શાવતા અદભૂત ચિત્રો તૈયાર કર્યા
Maha Shivratri 2022: યુવા કલાકારની અનોખી શિવભક્તિ, શિવના વિવિધ સ્વરૂપો દર્શાવતા અદભૂત ચિત્રો તૈયાર કર્યા

By

Published : Feb 28, 2022, 6:24 PM IST

વડોદરા:શહેરના યુવા કલાકાર પોતાની કલા દ્વારા અનોખી (Unique Shiva devotion of the youth of Vadodara )શિવ ભક્તિ કરી છે. તેમણે મહાદેવના વિવિધ સ્વરૂપો દર્શાવતી 12 જેટલી તાંત્રિક પેઇન્ટિંગ્સ બનાવી છે. તંત્રમાં આવતાં વિવિધ મંત્રો અનેશિવજીના તમામ પ્રતીકો હેન્ડમેળ પેપર પર દર્શાવ્યા છે. આગામી દિવસોમાં ભગવાન ભોળાનાથની રાત્રી એટલે કે શિવરાત્રી( Vadodara shiv panting )આવી રહી છે. ત્યારે દર શિવરાત્રી અને શ્રાવણ માસમાં(Maha Shivratri 2022 )મારી કળા થકી શિવજીની ભકિતકરું છું અને તમને રીઝવવાનો નાનો સરખો પ્રયત્ન કર્યો છે. એક કલાકાર માટે તેની કળા જ ધર્મ અને ભક્તિ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે શિવજીની પેઇન્ટિંગ્સ અને શિવલિંગ દોર્યા છે. આ વર્ષે મેં તમાંમ પેઇન્ટિંગ્સ હાથ બનાવટના કાગળ અને એક્રેલીક કલરનો ઉપયોગ કર્યો છે.

અનોખી શિવભક્તિ

આ પણ વાંચોઃMahashivratri Melo 2022 : મહાદેવે તેમના દેહ પર ધારણ કરેલા 8 પ્રતીકોનું મહત્વ, જાણો

મંત્ર- યંત્ર-તંત્ર‌નો ઉપયોગ કરી પેઇન્ટિંગ્સ બનાવ્યા

શિવજીના તમામ પેઇન્ટિંગ્સમાં મંત્ર- યંત્ર-તંત્ર‌નો ઉપયોગ કરી પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. વિવિધ શિવલિંગ, તંત્રમાં આવતા મંત્રો બીજ મંત્રો તેમજ ત્રિશૂળ, ડમરૂ, નાગ દેવતા વગેરે પ્રતિકો તેમનાં ચિત્રો સાથે તેમના મંત્ર-તંત્ર-યંત્ર પણ સમાવિષ્ટ(Various forms of Mahadev )કરવામાં આવ્યો છે. ક્યારેક યંત્રના ચોક્કસ આકારમાં દેવી દેવતાઓની દિવ્ય છબી પણ તેઓ પીંછીથી ઉપસાવી છે. તેમની આ‌ ચિત્રકળા 'તંત્રકળા' કે તાંત્રિક ચિત્રકળા તરીકે ઓળખાય છે. કલાકાર કિશન શાહ કહે છે મોડર્ન આર્ટના યુગમાં મારા પેઇન્ટિંગ્સમાં યંત્ર- મંત્ર અને દેવી- દેવતાઓને પ્રાધાન્ય આપ્યું છે. બહુ સરળ ભાષામાં કહીએ તો તાંત્રિક ઉપાસનામાં મંત્રો અને યંત્રોનો સમન્વય કરીને વિવિધ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે.
આ પણ વાંચોઃMAHASHIVRATRI 2022 : મહાશિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગના કરો દર્શન, મળશે મહાદેવના આશિર્વાદ

ABOUT THE AUTHOR

...view details