ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના એક કલાકારે 40 વર્ષ જૂની માટીનો ઉપયોગ કરી પ્રતિમાઓ બનાવી - કલાકાર

કોરોના મહામારીની અસર શ્રીજી મહોત્સવ પર જોવા મળી છે. પ્રતિમા બનાવવા માટે ભાવનગરથી માટી સમયસર નહીં આવતા મૂર્તિકારો દ્વિધામાં મુકાયા છે, ત્યારે વડોદરાનો એક કલાકાર 40 વર્ષ જૂની માટીનો ઉપયોગ કરીને શ્રીજીની પ્રતિમાઓ બનાવી રહ્યો છે.

40 વર્ષ જૂની માટીનો ઉપયોગ કરી શ્રીજીની પ્રતિમાઓ બનાવી
40 વર્ષ જૂની માટીનો ઉપયોગ કરી શ્રીજીની પ્રતિમાઓ બનાવી

By

Published : Jun 4, 2020, 4:17 AM IST

વડોદરા : કોરોના મહામારીની અસર ગણેશોત્સવ ઉપર પડી રહી છે, ત્યારે ભાવનગરથી આવતી ગણપતિ બનાવવા માટેની માટી સમયસર મૂર્તિકારોને નહીં મળતાં મૂર્તિ કલાકારો નવરા પડી ગયા છે, ત્યારે એક કલાકાર તો 40 વર્ષ જૂની માટીનો ઉપયોગ કરીને મૂર્તિઓ બનાવી રહ્યો છે.

40 વર્ષ જૂની માટીનો ઉપયોગ કરી પ્રતિમાઓ બનાવી

કોરોના મહામારી બાદ શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને મૂર્તિ કલાકારો પણ ગણેશોત્સવના મહિનાઓ પૂર્વે મૂર્તિ બનાવવાની કામગીરીમાં લાગી જતા હોય છે. જો કે ચાલુ વર્ષ કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે મૂર્તિ કલાકારોની કામગીરી બંધ રહી હતી. ભાવનગરથી આવતી માટી ટ્રાન્સપોર્ટના લીધે મોડી આવે છે, ત્યારે મૂર્તિકાર લાલસિંગ ચૌહાણે ઘરમાં રાખેલી 40 વર્ષ જૂની માટીથી મૂર્તિઓ બનાવે છે.

ABOUT THE AUTHOR

...view details