પરણિતાની હત્યા કરી પ્રેમીએ મૃતદેહ દાટી દીધો વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સતત સામે આવતી જોવા મળી રહી છે. જેમાં કેટલીક ઘટનાઓ વિશે જાણી રૂંવાટા ઉંચા થઈ જતા હોય છે. જ્યારે કેટલીક ઘટનાઓને જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. ત્યારે આવી જ એક વધુ હત્યાની ઘટના વડોદરાના પોર વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં 10 દિવસ પહેલા ગુમ થયેલી પોર જીઆઈડીસીમાં રહેતી પરણિતાની તેના વિધર્મી પ્રેમી યુવાને કરપીણ હત્યા છે.
વડોદરાના પોર ખાતે વધુ એક હત્યાની ઘટના સામે આવી પ્રેમ સંબંધમાં થઈ હત્યા: વડોદરા પોર જીઆઈડીસીમાં રહેતી અને ભાવનગરની વતની 35 વર્ષની મિત્તલ રાજુભાઈ બાવળીયા 22 જાન્યુઆરીના રોજ સાંજના સુમારે ગુમ થઈ હતી. જેથી મિત્તલના પતિએ શોધખોળ બાદ આખરે વરણામાં પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોર જીઆઈડીસીમાં કંપનીમાં કામ કરતા પતિ સાથે કંપનીના ક્વાર્ટરમાં જ રહેતી મિત્તલને નજીકની કંપનીમાં નોકરી પર આવતા ઈસ્માઈલ નામના યુવક સાથે 10 વર્ષ પહેલા પ્રેમ સંબંધ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ દ્વારા આ અંગે ઈસ્માઈલની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને ઈસ્માઈલ પર શંકા જતા કડક પૂછપરછ કરતા તેણે મિત્તલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચોAsaram Rape Case: કોર્ટ આસારામને આજે સજા સંભળાવશે,13 વર્ષના કેસનો ફૈસલો
પરણિતાની હત્યા કરી પ્રેમીએ મૃતદેહ દાટી દીધો:ઈસ્માઈલે પોલીસને જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીના રોજ સાંજે મિત્તલને પોર બોલાવી હતી. ત્યાંથી બાઈક પર બેસાડીને જીઆઈડીસી પાસેના એક ખુલ્લા ખેતર પાસે લઈ જઈ તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને શેરડીના ડસ્ટમાં દાટી દીધી હતી. પૈસાની લેતીદેતી અને મિત્તલે તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હોવાથી તેણે રોષે ભરાઈ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. જે બાદ પોલીસે ઈસ્માઈલને સાથે રાખી જે જગ્યાએ મિત્તલના મૃતદેહને દાટ્યો હતો. તે સ્થળે ખોદકામ કરાવવમાં આવ્યું હતું, જ્યાં ખૂબ ઉંડે સુધી ખોદકામ કર્યા બાદ મિત્તલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઈસ્માઈલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચોASARAM RAPE CASE: 2001માં ઘટના બની, 2013માં કેસ દાખલ થયો, 2023માં ચૂકાદો આવ્યો - જાણો, કેવી રહી પોલીસ તપાસ ?
રૂપિયા મોતનું કારણ બન્યાનું અનુમાન:મિત્તલને 13 વર્ષનો અને 10 વર્ષના બે પુત્ર છે. જ્યારે ઈસ્માઈલ પણ પરણિત હોવાથી તેને 16 વર્ષની પુત્રી અને 12 વર્ષનો પુત્ર છે. પોરની કંપનીમાંથી નોકરી છોડી દીધા બાદ ઈસ્માઈલ કરજણ તાલુકામાં આવેલા ફાર્મા કંપનીમાં કામ કરતો હતો. ઈસ્માઈલ અને મિત્તલના સંબંધ અંગે તેના પતિને પણ જાણ હતી. જો કે, તેમ છતાં ઈસ્માઈલ અવારનવાર મિત્તલના ઘરે આવતો જતો હતો. મહત્વનું છે કે, પ્રેમસંબંધ દરમિયાન મિત્તલે પ્રેમી ઈસ્માઈલને અઢી લાખ જેટલી રકમ આપી હતી. જે મિત્તલ પરત માંગતી હતી. જેને લઈ ઈસ્માઈલે મિત્તલને રૂપિયા પરત કરવાનો વાયદો આપ્યો હતો.