વડોદરાશહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને (vadodara traffic problem solution) ધ્યાનમાં લઈ વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) એક પછી એક ફ્લાયઓવર બનાવી રહી છે. ત્યારે હવે શહેરમાં લાંબા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર રાજ્યનો સૌથી લાંબો બ્રિજ (longest flyover of state in vadodara) છે. તો હવે ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે તેનું લોકાર્પણ થાય તેવી શક્યતા છે.
ડિસેમ્બરના અંત સુધીમાં લોકાર્પણરાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રિજ (longest flyover of state in vadodara) બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલાં કરી હતી. આ જાહેરાતના 5 વર્ષ બાદ આ બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. તો હવે આ બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાના પશ્ચિમ વિસ્તારના (Vadodara West Area) લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી (vadodara traffic problem solution) છૂટકારો મળશે.