ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Madhav Setu Bridge : નર્મદા નદી ઉપર સૌથી લાંબો બ્રિજ માધવસેતુ તૈયાર, જાણો શા માટે ખાસ આ બ્રિજ... - કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ

નર્મદા નદી ઉપર માલસર પાસે 225 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનું વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજના માધ્યમથી વડોદરા જિલ્લાથી ભરૂચ અને નર્મદા જિલ્લા સહિત નેત્રંગ, ડેડીયાપાડા અને મહારાષ્ટ્ર જવા માટેનું અંતર ઓછું થઈ જશે.

Vadodara Madhav Setu Bridge
Vadodara Madhav Setu Bridge

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 8:17 PM IST

નર્મદા નદી ઉપર સૌથી લાંબો બ્રીજ માધવસેતુ તૈયાર

વડોદરા :નર્મદા નદી ઉપર રૂ. 225 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું આજે વડાપ્રધાન મોદી તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરના બોડેલી ખાતેથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજના માધ્યમથી હવે વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડા અને મહારાષ્ટ્ર જવા માટે 20 કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું છે. ઉપરાંત આ બ્રિજથી કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારના માર્ગ એક તરફ થઈ જશે અને વાહનચાલકોને મોટી રાહત થશે. વડોદરા જિલ્લાને ભરૂચ અને નર્મદા જિલ્લા સાથે ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ ઉપર તૈયાર આ બ્રિજને માધવ સેતુ નામ આપવામાં આવ્યું છે.

માધવસેતુ બ્રિજ :આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાંથી નર્મદા ઉપરના સૌથી લાંબા બ્રિજનું નામાંકરણ અને ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નામ શ્રી માધવસેતુ આપવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિતના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

નર્મદા નદી ઉપર સૌથી લાંબો બ્રિજ : એક રસપ્રદ વાત એ પણ છે કે, મધ્યપ્રદેશના અમરકંટકથી પ્રગટી ખંભાતની ખાડીમાં અરબ સાગરને મળતા નર્મદાના 1312 કિલોમીટર લાંબા પ્રવાહના પરથી વાહન પસાર કરવા માટે અત્યાર સુધી કુલ 55 બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમાં આ વડોદરા જિલ્લાના માલસરમ પાસે વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણાધિન આ પુલ નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલ 56 મો બ્રિજ બન્યો છે. નર્મદા નદી ઉપર મહત્તમ પૂલ મધ્યપ્રદેશમાં છે.

માધવસેતુ બ્રિજનું નિર્માણ : આ બ્રિજની માહિતી આપતા કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાટે કહ્યું કે, ડભોઇ, શિનોર, માલસર અને અસા તરફનાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પુલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ માટે 16 પિલ્લર બનાવવામાં આવ્યા છે. રૂ. 225 કરોડના ખર્ચથી બનેલા આ પુલ માટે કુલ 12 હજાર ટન વિવિધ પ્રકારનું લોખંડ વાપરવામાં આવ્યું છે. બ્રિજ બનાવવા માટે 20 હજાર ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ કુલ 3.5 કિલોમીટરની લંબાઈ અને 16 મીટરની પહોળાઈ ધરાવે છે. આ બ્રિજનો 900 મીટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થયો છે. બાકી અસા તરફ 600 મીટર અને માલસર તરફ 2 કિલોમીટરનો ભાગ છે.

સમય અને ઈંધણની બચત : આ બ્રિજ બનતા શિનોર તાલુકાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ભરૂચ જિલ્લાના ઝગડિયા જવા માટે 20 કિલોમીટરનું અંતર ઓછું થશે. આ બ્રિજથી વડોદરાથી નેત્રંગ, ડેડીયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર જતા વાહનવ્યવહારને સરળતા થશે. આ ઉપરાંત રાજપીપળા અને ડેડીયાપાડાની ઘાટીના ચઢાણમાંથી ભારે વાહનોને મુક્તિ મળશે. સમય અને ઈંધણમાં બચત થશે.

  1. Vastadi Bridge Collapse : વસ્તડી ચૂડા પુલ દુર્ઘટના બાદ ગ્રામજનો ભોગાવો નદીના પાણીમાંથી જવા બન્યાં મજબૂર
  2. Vadodara News : ડભોઇ-સાઠોદ રોડ પર કરોડોના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજમાં રાતોરાત મારવા પડ્યા થીંગડા

ABOUT THE AUTHOR

...view details