વડોદરા ફાઇનાન્સ કંપનીમાંથી લીધેલી લોન ચુકવી નહીં શકવાને કારણે કેમરોક ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ માલિકની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં જોઇએ તો, વડોદરા કેમરોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પૂર્વ એમ.ડી.એ સયાજીગંજની ફાઇનાન્સ કંપનીમાંથી 8.50 કરોજ રુપિયાની લોન 18 ટકના વ્યાજે લીધી હતી. જેમની સામે કેમરોક કંપનીના શેર ગીરવે મુક્યા હતા.
વડોદરામાં કેમરોક ઇન્ડસ્ટ્રીઝના પૂર્વમાલિકની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો ગુનો - વડોદરા
વડોદરા: મહા કૌભાંડી કેમરોક કંપનીના પૂર્વ સી.એમ ડી કલ્પેશ પટેલ વિરુદ્ધ બુધવારની રાતે ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ગુનો નોંધાયો છે. અલ્હાબાદ બેન્ક પાસેથી રુપિયા 414 કરોડની લોન કંપનીની બિલ્ડીંગ બનાવાના નામે લીધી હતી. પરંતુ તેનો ઉપયોગ અંગત જમીનની ખરીદીમાં કર્યો હતો. જેના પગલે લોન ચૂકતી ન કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરામાં કેમરોક ઇન્ડસ્ટ્રીઝના પૂર્વમાલિકની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો ગુનો
તેમણે સીંઘરોટની જમીનનો અસલ દસ્તાવેજ પણ ફાઇનાન્સ કંપનીમાં જમા કરાવ્યો હતો. લોનની રકમ ન ચુકવી શકવાને કારણે સીંધરોટની જમીન સાડા 3 કરોડમાં વેચી દીઘી હતી. જેના કારણે ફાઇનાન્સ કંપનીએ કલ્પેશ અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે PCBએ કલ્પેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે લોન ડાયવર્ટ કેશ અંતર્ગત વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.