વડોદરા વડોદરાના કરજણ હાઇવે ટોલનાકા પાસેથી ભરૂચથી વડોદરા તરફ બોલેરો જીપમાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરનો જંગી જથ્થો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી (Vadodara LCB Police Operation ) પાડ્યો છે. પોલીસે રૂપિયા 2.76 લાખ ઉપરાંતનો દારુ બિયરનો જથ્થો, બોલેરો જીપ, મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 7.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારુ બિયરનો જથ્થો જનરેટર મશીનરીની આડમાં ( Liquor Carried Under Guise of Generator Seized )લઇ જવાતો હતો. વડોદરા પોલીસે આ ગુનામાં જીપ ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કુલ 7.82 લાખનો મુદ્દામાલ કબજે બાતમીના આધારે વોચ ગોઠવીમળેલી માહિતી પ્રમાણે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ અને વિનોદકુમારને માહિતી મળી હતી કે બોલેરો જીપમાં ભરૂચથી વડોદરા તરફ દારુનો જથ્થો આવી રહ્યો છે. જે માહિતીના આધારે LCB પીઆઈ કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ કરજણ હાઇવે ભરથાણા ટોલનાકા પાસે સ્ટાફ વોચમાં (Vadodara LCB Police Operation ) ગોઠવાઇ ગયો હતો. દરમિયાન ભરૂચ તરફથી બોલેરો પીકઅપ વાન આવી પહોંચતા પોલીસે રોકી હતી.
1560 બોટલો મળીતપાસ કરતા જનરેટરની મશીનરી જોવા મળી હતી. પોલીસે વધુ તપાસ (Vadodara LCB Police Operation ) કરતા જનરેટરની મશીનરી અંદરથી ( Liquor Carried Under Guise of Generator Seized )દારુ બિયરની 1560 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 2,76,600 જથ્થો કબજે કર્યો હતો. તે સાથે પોલીસે જીપ ચાલક રાજેન્દ્ર મધુકર મહાકાલ (રહે. બી-204, વસંત વિહાર કોર્ટ નાકા, રાયગઢ, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી હતી.
LCB પીઆઈ શું કહે છે પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે 'દારુની હેરાફેરી કરનારા ખેપીયાઓ નવા નવા કીમીયા અપનાવતા હોય છે. પરંતુ, પોલીસની નજરમાંથી બચી શકતા નથી. બોલેરો પીકપ વાનના ચાલક જનરેટરની મશીનરીની આડમાં ( Liquor Carried Under Guise of Generator Seized ) દારુ બિયરનો જથ્થો ભરૂચ તરફથી વડોદરા તરફ લાવી રહ્યો હતો. પોલીસે દારુ બિયરના જથ્થા સાથે જનરેટરની મશીનરી, બોલેરો પીકઅપ વાન, મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 7,82, 100નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી (Vadodara LCB Police Operation ) હાથ ધરી છે. આ બનાવ અંગેની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાવી હતી. કરજણ પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો (Offense under the Prohibition Act ) દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.'