આજનો સમય મોબાઇલ, ઈન્ટરનેટ, લેપટોપ, ટેબ્લેટ જેવી આધુનિક સુવિધાઓ અપનાવી રહ્યા છે. અને તેનો રોજિંદી જીવનશૈલીમાં મહત્વનું કોમ્યુનિકેશનનું માધ્યમ બન્યું છે ત્યારે એક સમયમાં પત્ર વ્યવહાર અને તાર વ્યવસ્થા જ ઉપયોગમાં હતી. પરંતુ સમયની સાથે સાથે એમ પણ બદલાવ આવ્યા અને હાલ પત્ર વ્યવહાર લુપ્ત જ થઈ રહ્યો છે. આ પત્રવ્યવહારને સજીવન કરવા માટે અને તેનું મહત્વ સમજવા માટે એમ.એસ. યુનિવર્સિટી ખાતે પત્ર લેખન સ્પર્ધા યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલી છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં રાખેલી આ સ્પર્ધા માટે 3 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે.
ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે M.S યુનિવર્સિટીમાં પત્ર લેખનનું આયોજન કરાશે
વડોદરાઃ MSU ખાતે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પત્ર લેખનનું આયોજન કરાશે આ કાર્યક્રમ થકી પત્ર લેખનને સજીવન કરવાનો એક પ્રયાસ કરવામાં આવશે.
એમ.એસ. યુનિવર્સિટી
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી દ્વારા પત્ર લેખનની સ્પર્ધા રાખવામાં આવી છે. MSU ખાતે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3જી સપ્ટેમ્બરના નિબંધ સ્પર્ધા અને 4 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ માટે પત્ર લેખનનું આયોજન કરવામાં આવ્યું છે.