ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના ગરબા ક્વિન વત્સલા પાટીલનો શ્રી કૃષ્ણને પત્ર

આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે વડોદરાના ગરબા ક્વિનગાયક વત્સલા પાટીલે કનૈયાને જલ્દી આવવા પત્ર લખી પોતાની પ્રભુ શ્રી કૃષ્ણ પ્રત્યેની ભકતી વ્યક્ત કરી છે.

વડોદરાના ગરબા ક્વિન વત્સલા પાટીલનો શ્રી કૃષ્ણને પત્ર
વડોદરાના ગરબા ક્વિન વત્સલા પાટીલનો શ્રી કૃષ્ણને પત્ર

By

Published : Aug 30, 2021, 6:49 AM IST

'પ્રિય શ્રીકૃષ્ણ'

વડોદરા શહેરના ગરબા ક્વિન કહેવાતા અને અનેક યુવા ધન તેમના ગરબે ઘૂમતા એવા વત્સલા પાટીલ કૃષ્ણ ભક્તિમાં લીન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વત્સલા પાટીલ કહે છે. હે મારા સખા, હે મારા લાલજી ઘેલું લગાડનાર મારો વ્હાલો કૃષ્ણ તારી રાહ જોવાઈ રહી છે .તું જલ્દી આવ અને મને તૃપ્ત કર. ધાર્મિક નગરી તેમજ સંસ્કારી નગરી તરીકે વખણાતી વડોદરા નગરી કૃષ્ણમય બનવા પામી છે. સોમવારે સમગ્ર વડોદરામાં ઘરે ઘરે જન્માષ્ટમી પર્વે લાલજી શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે, ત્યારે નટખટ ગોવિંદ, શ્રી કૃષ્ણ હરે મુરારીની રાહ જોતા શહેરના પ્રસિદ્ધ ગરબા ગાયક વત્સલા પાટીલે ETV ભારતના માધ્યમથી કાન્હા પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી. હે મારા સખાવ, હે મારા લાલજી, ઘેલું લગાડનાર મારો વ્હાલો કૃષ્ણ, તારી રાહ જોવાઈ રહી છે. આશા છે કે મારો પત્ર તને મળ્યો હશે. આવને જલ્દી વાંસળી વગાળ, આત્મા અને શરીર બંન્નેવને તૃપ્ત કરી દે આ સુંદર વાંસળી વગાડીને. મારા પત્રની બે લાઈન તારા સુધી પહોંચે એ માટે હરિ તમે તો સાવ જ અંગત સાંભળજો, વ્હાલા તમે કરજો ફોટા સાથે અરજી. આંખો આતુરતાથી તારી રાહ જુએ છે વ્હાલા જલ્દી આવ.

લિ.

ગરબા ક્વિન, ગાયક

વત્સલા પાટીલ

ABOUT THE AUTHOR

...view details