વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકામાં દીપડો ફરી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે અન્ય ગામો વીરપુર, હુસેપુર વગેરે ગામોમાં ચેતવણીનાં બોર્ડ મારેલા છે અને પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. ત્યારે વન વિભાગના સ્થાનિક રહીશો અને ખેડૂતોની સુરક્ષા માટે પિંજરા મુકી તેને પકડી સુરક્ષિત જંગલોમાં મુકી આવે તેવી લોકોની માગણી કરવામાં આવી છે.
વડોદરાના સિહોરમાં દીપડો ફરતો હોવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ફફડાટ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વિશ્વામિત્રી નદીના કોતરોમાં દીપડાઓએ ઘર બનાવ્યું છે. જેમાં હુશેપુર, કોઠવાડા, વીરપુર, સિહોર, મદાપુર વગેરે ગામોની સીમમાં આ ચાર દીપડા ફરી રહ્યા છે. હાલમાં સિહોરના ગણપતિ મંદિર પાસે રાત્રીના સમયે ખેડૂતો ટ્રેકટર લઇને જઈ રહ્યા હતા અને એક દીપડો રસ્તામાં ફરી રહ્યો છે. તેવો વીડિયો વાઇરલ થયો છે.
વડોદરા પાદરા સિહોરમાં દીપડાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ફફડાટ
આ પહેલા હુસેપુર, વીરપુરમાં પિંજરા મૂકીને દીપડો પકડેલો છે અને લોકોને સાવચેત રહેવાના બોર્ડ મૂકેલા છે. તેવી રીતે સિહોરમાં તપાસ કરીને બોર્ડ લગાવી શું અને આં દીપડાઓની પકડવા પિંજરા મૂકીશું તેવી જાણકારી આપવામાં આવી છે.