- રસ્તો ઓળંગતી વખતે દિપડાનું વાહનની ટક્કરે મોત
- જંગલ વિસ્તારથી દૂર રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે પ્રાણીઓ
- ફોરેસ્ટ વિભાગની બેદરકારીથી અનેક દિપડાઓએ જીવ ગુમાવ્યા
વડોદરા : પંચમહાલના જંગલોમાં મોટી સંખ્યામાં દિપડા, રીંછ સહિત અનેક પ્રાણી વસવાટ કરી રહ્યાં છે. જંગલમાં માનવી વસ્તી વચ્ચે વસવાટ કરતા પ્રાણીઓ અનેક વખત ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. જેથી કેટલીક વખત આદમખોર દિપડાએ મનુષ્યો પર હુમલો કર્યા હોવાના કિસ્સા આપણે સાંભળ્યા અને જોયા છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ હોય તેમ જંગલમાં વસવાટ કરતા દિપડા હવે રહેણાક વિસ્તારો સુધી પહોંચી ગયા હોવાનું અને ભારદારી વાહનની અડફેટે આવીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.