વડોદરા: ડભોઇના APMC ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક વક્તા બી.કે.શિવાની દીદીએ 'સંબંધોમાં મધુરતા' વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. શિવાની દીદીનું આ વ્યાખ્યાન સાંભળવા માટે આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. શિવાની દીદીએ પોતાના વ્યાખ્યાનમાં આજના અતિ વ્યસ્ત જીવનમાં એક નવી દિશા પ્રદાન કરવા માટે તનને સ્વસ્થ, મનને શાંત, તણાવમુક્ત તથા જીવનને ખુશીઓથી ભરપૂર, શક્તિશાળી બનાવવા, નવાં સંકલ્પ સાથે નવી શરૂઆતની શુભ ભાવના, શુભકામના, સકારાત્મકતાથી ભરપૂર જીવન કેવી રીતે સંબંધોને મધુર બનાવી શકે તે માટે અસરકારક પ્રવચન આપ્યું હતું.
Bk shivani didi: ડભોઈમાં બી.કે.શિવાની દીદીનું 'સંબંધોમાં મધુરતા' વિષય ઉપર વ્યાખ્યાન, લોકો થયાં મંત્રમુગ્ધ - બીકે શિવાની દીદીનો કાર્યક્રમ
આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક વક્તા બી.કે.શિવાની દીદીના ઉપદેશો અને તેમના સુચવેલા વિચારોને જીવનમાં ઉતારનારા લોકોની સંખ્યા ઓછી નથી. તેમના પ્રવચનો હંમેશા લોકોમાં લોકપ્રિય બને છે એટલે જ તો તેમના પ્રવચનો સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે હાલમાં જ બીકે શિવાની દીદી વડોદરા જિલ્લાના ડભોઈના મહેમાન બન્યા હતાં જ્યાં તેમનું ભવ્ય વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
Published : Dec 23, 2023, 8:22 AM IST
લોકોની ઉમટી ભીડ: બી.કે.શિવાની દીદી મોટીવેશન ઇન્ટરનેશનલ સ્પીકર છે. તેઓ વર્લ્ડ સાઇકાટ્રીકટ એસોસિએશનના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓને નારી શક્તિ એવોર્ડ - 2018 મહામહિમ રાષ્ટ્રપતિના હાથે અર્પણ કરાયેલ છે.જેઓનું ડભોઈ નગર ખાતે સૌપ્રથમ વાર વ્યાખ્યાન યોજાયું હતું. ડભોઇ નગરમાં APMC ખાતે પહેલી વખત શિવાની દીદીનું વ્યાખ્યાન યોજાયું હતું, આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારીઝ સેન્ટરના જ્યોતિ દીદી, ધરતી દીદી, હષૉ દીદી, વિમલ દીદી તેમજ કાર્યકર્તાઓ સહિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, અશ્વિન વકીલ, નિલેશ પુરાણી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, ડભોઈ APMCના ચેરમેન દિલીપભાઈ પટેલ, ડભોઇના નગરશેઠ પંકજભાઈ શેઠ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.
આધ્યાત્મિક શિક્ષક:આધ્યાત્મિક વિચારોથી સૌને મંત્રમુગ્ધ કરતાં શિવાની દીદીએ બ્રહ્મા કુમારી આધ્યાત્મિકતાના શિક્ષક છે, અને લોકો તેમના વિચારો સાંભળીને પોતાનાં જીવનને હકારાત્મક બનાવે છે. હું ને અમે દ્વારા બદલવામાં આવે છે ત્યારે બીમારી પણ સ્વાસ્થ્યમાં ફેરવાઈ જાય છે. તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરશો નહીં. વાર્તાની હંમેશા ત્રણ બાજુઓ હોય છે. તમારું, તેમનું અને સત્ય. શિવાની દીદીના આવા ઘણા સકારાત્મક વિચારો છે. જે ઘણાના જીવનમાં આશાનું કિરણ લાવી રહ્યા છે. શિવાની દીદી જેમને બીકે શિવાની કે બ્રહ્માકુમારી શિવાની તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બ્રહ્મા કુમારી પરિવારમાં આધ્યાત્મિકતાના શિક્ષક છે અને લોકો તેમના વિચારો સાંભળીને પોતાને હકારાત્મક બનાવે છે.