- કારવણમાં ચાલતા જુગારધામ પર L.C.B.એ દરોડો પાડ્યો
- મકાનમાલિક સહિત 7 જુગરિયાઓ ઝડપાયા
- પોલીસે 2.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો
વડોદરા : જીલ્લાના કારવણ ગામના માછી ફળિયામાં રહેતા કાંતિભાઈ વસાવા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હતો. આ વાતની ચોક્કસ માહિતીને આધારે વડોદરા ગ્રામ્ય L.C.B. પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોતે મકાનમાલિક કાંતિભાઈ વસાવા સહિત કુલ સાત ઈસમો જુગાર રમતાં ઝડપાયા હતા. L.C.B. સાતેય જુગરિયાઓની ધરપકડ કરી ડભોઇ પોલીસ મથકમાં જુગારનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો હતો.
જુગારના સાધનો તથા સગવડો પુરી પાડતા
વડોદરા ગ્રામ્ય L.C.B.પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, કારવણ ગામના માછી ફળિયામાં રહેતો કાંતિભાઈ વસાવા આર્થિક ફાયદા માટે પોતાના જ મકાનમાં જુગારનો અખાડો ચલાવતો છે. પોતાના જ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી તેઓને જુગારના સાધનો તથા સગવડો પુરી પાડી વલણ મેળવી જુગારનો અખાડો ચલાવે છે.