વડોદરાલોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતામળી છે. મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (foreign liquor) ઝડપ્યો છે. કરજણ તાલુકાના કુરાલી ગામેથી જથ્થો ઝડપાયો. વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કરજણ તાલુકાના કુરાલીગામેથી એક આઇસર ટેમ્પો પસાર થનાર છે. જેમાં વેલ્ડીંગ રોડના બોક્સ ભરેલા છે. તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવેલો છે. જે બાતમીના આધારે વડોદરા જિલ્લા એલસીબી પોલીસનાં જવાનોએ કુરાલી ગામ નજીક વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવી પહોંચતા, તેને કોર્ડન કરી તપાસ હાથ ધરતા ટેમ્પામાં ભરેલાં વેલ્ડીંગ રોડની પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.
વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂપિયા 24,40,776 નો મુદ્દા માલ જપ્ત વડોદરા જિલ્લા એલસીબી દ્વારા ચોક્કસ બાકીના આધારે કરજણ તાલુકાના પુરાલી ગામેથી એક આઇસર ટેમ્પો નંબરનો આવી પહોંચતા તેણે કોર્ડન કરી તેની તપાસ કરતાં તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ -4716 જેની કિંમત રૂપિયા 8,55,600 તથા ઝડપાયેલો આઇસર ટેમ્પો જેની કિંમત રૂપિયા 10,00,000, એક નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 10,000 અને વેલ્ડીંગ રોડના બોક્સ 252 નંગ જેની કિંમત રૂપિયા 5,75,176 આમ બધાં મળી કુલ રૂપિયા 24,40,776 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.