નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન, વકીલોએ કર્યો વિરોધ - GujaratiNews
વડોદરા: શહેરના વેકસીન ગ્રાઉન્ડ ખાતે આવેલી નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થાને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળના આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ના થતા વકીલો મંડળના પ્રમુખ અને સભ્યોએ સવિનય કાનનુ ભંગ કરીને બેસીને વિરોધ કર્યો હતો.
વકીલોનો વિરોધ
આ સિવાય ડિસ્ટ્રીકટ જ્જ દ્વારા ટેબલ ખાલી કરવાની લેખિતમાં સૂચના આપી હતી, પરંતુ વકીલો પોતાના ટેબ્લની માંગ પર અડગ રહેતા પોલસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જોકે કોર્ટ સંકુલમાં વકીલોએ પોલીસ વિરૂદ્ધ ભારે સૂત્રો ચાર કર્યા હતાં.