ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત માટે ગૌરવઃ વડોદરામાં સર્વ પ્રથમ રોબોટિક સર્જરીનો પ્રારંભ - Surgery normally

ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલે વડોદરા શહેરમાં પ્રથમ વખત રોબોટિક સર્જરી શરૂ કરી છે. આ સર્જરીમાં દર્દીને વધુ સમય હોસ્પિટલમાં રહેવું નહીં પડે.

વડોદરામાં સર્વ પ્રથમ રોબોટિક સર્જરીનો પ્રારંભ
વડોદરામાં સર્વ પ્રથમ રોબોટિક સર્જરીનો પ્રારંભ

By

Published : Nov 8, 2020, 3:51 PM IST

  • વડોદરામાં સર્વ પ્રથમ રોબોટિક સર્જરીનો પ્રારંભ
  • ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયા લિટી હોસ્પિટલે કરી શરૂઆત
  • 5 લાખની સર્જરી 3 લાખ સુધીમાં થઈ જશે

વડોદરાઃ ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલે વડોદરા શહેરમાં પ્રથમ વખત રોબોટિક સર્જરી શરૂ કરી છે. આ સર્જરીમાં દર્દીને વધુ સમય હોસ્પિટલમાં રહેવું નહીં પડે.

જટિલમાં જટિલ સર્જરી વડોદામાં ઉપલબ્ધ

ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે માત્ર કિડની હોસ્પિટલ માટે જ નહીં પરંતુ વડોદરા શહેરનું એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. આ અંગે માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના એમ.સી.એચ.યુરોલોજીસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. પ્રજ્ઞેશ ભરપોડાએ જણાવ્યું કે, વડોદરા શહેર અને દક્ષિણ ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે પ્રથમ રોબોટિક સર્જરીની માન્યતા ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને મળી છે. પહેલા દર્દીઓને સર્જરી માટે મુંબઈ અથવા દિલ્હી જવું પડતું હતું. પરંતુ હવેથી જરૂરિયાતમંદ દર્દીઓને આ રોબોટિક સર્જરી વડોદરામાં જ ઉપલબ્ધ બની રહેશે.

ગુજરાત માટે ગૌરવઃ વડોદરામાં સર્વ પ્રથમ રોબોટિક સર્જરીનો પ્રારંભ

ડીઆરએસની ચર્ચા હવે વર્તમાનમાં કાર્યરત થઈ

ભૂતકાળમાં ડી.આર.એસ જેની ચર્ચા કરતા હતા. તે રોબોટિક સર્જરી હવે વર્તમાન યુગમાં શરૂ થઈ ગઈ છે અને એમાં પણ રોબોટિક સર્જરીની શરૂઆત સર્વ પ્રથમ વખત વડોદરામાં જેતલપુર રોડ પર આવેલા ગુજરાત કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં શરૂ કરી છે. જે વડોદરા માટે ખુબ જ ગૌરવની વાત છે. રોબોટિક સર્જરીની વાત કરીએ તો કેન્સર સર્જરી બાયરીટ્રીક સર્જરી હિસ્ટરેકટમી જટિલ અને આવર્તક હર્નિયા સર્જરી એન્ડોમેટ્રીઓસીસ અને કોઈપણ મોટી અથવા જટિલમાં જટિલ સર્જરીમાં રોબોટિક સર્જરી નિર્ણાયક ભૂમિકા ધરાવતી હોવાનું પુરવાર થયું છે.

તબીબી ક્ષેત્રમાં આ અંતિમ અને એકમાત્ર ટેકનોલોજી છે. જે આપણને હવે વડોદરાની ગુજરાત કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં મળી છે. આ રોબોટિક સર્જરીની ખાસિયત પર એક નજર કરીએ તો અગાઉ જે નોર્મલી સર્જરી કરવામાં આવતી હતી તેનો ખર્ચ અંદાજીત 5 લાખ રૂપિયા સુધીનો થતો હતો. જ્યારે રોબોટિક સર્જરી માત્ર અઢીથી 3 લાખ રૂપિયામાં થઈ જશે. બીજી મહત્વની બાબત એ છે કે, આ રોબોટિક સર્જરીમાં સર્જરી કર્યા બાદ તેના લક્ષણો રહી જવાનું નહિવત સાબિત થયું છે. આ ઉપરાંત રાબેતા મુજબની સર્જરીમાં દર્દીને લાંબો સમય હોસ્પિટલમાં રહેવાની ફરજ પડતી હતી અને સ્વસ્થ થવામાં જે સમય બગડતો હતો, તે આ રોબોટિક સર્જરીમાં નહીં થાય.

વડોદરા માટે ગૌરવની વાત

માત્ર ગણતરીના દિવસોમાં જ દર્દી સર્જરી બાદ સાજો થઇ જશે. આ રોબોટિક સર્જરીમાં દર્દીને ચીરા મુકવાની જરૂર નહીં પડે. ઉપરાંત રોબોટિક સર્જરીમાં લાંબો સમય નહીં લાગે માત્ર ગણતરીના કલાકમાં આ સર્જરી થઈ જશે. વડોદરા શહેરની ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી છે જે વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે.

ABOUT THE AUTHOR

...view details