- કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને લેવામાં આવ્યો નિર્ણય
- કરનાળીમાં સ્વૈચ્છિક લોકડાઉન હોવાથી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
- હાલમાં રોજ સેંકડો લોકો મૃતકોના અસ્થિ વિસર્જન કરવા આવી રહ્યા છે
વડોદરા: ગુજરાતમાં કોરોનાના કેસો વધતા મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે નર્મદા કિનારે મૃતકોના અસ્થિ વિસર્જન માટે લાઈનો પડી રહી છે. નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરવા રાજ્યભરમાંથી રોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી કરનાળી જૂથ ગ્રામ પંચાયતે બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવીને ગામ બહારના લોકો માટે પ્રવેશ બંધ કરી દીધો છે.