વડોદરાગુજરાતમાં દારૂબંધી હોવાની વાત માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે અનેકો વાર દારૂની ભઠ્ઠીઓમળી આવે છે. અને તાજા કિસ્સાની જ આપણે વાત કરીએ તો લઠ્ઠાકાંડ થયો અને મોટી માત્રામાં દારુના (Foreign liquor seized) કારણે મોત થયા. પરંતુ આમ છતા પણ ગુજરાતમાં જાણે દારૂબંધી(Liquor ban Gujarat) નામે મજાક થઇ ગઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે ફરી એક વાર વડોદરાની વરણામાં પોલીસમથકની હદ માં આવેલા ફાજલપુર ગામ(Fajalpur Village Vadodara) પાસે એક ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો છે.
વડોદરા નજીક મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરો કોના સહકારના આધારે બેફામ વિદેશી શરાબનો જથ્થોઆ તપાસ દરમિયાન વરણામાં પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. અને 13 લાખના મુદ્દામાલનો વિદેશી શરાબ તેમજ વાહનો મળી 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ (Foreign liquor seized)કબજે લીધો છે. જ્યારે આઠ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસને મળી બાતમીવરણામાં પોલીસ મથકની હદમાં આવેલા ફાજલપુર ગામે બોડી હાર્ડ કેમ નામના ગોડાઉનની આડમાં વિદેશી શરાબનો જથ્થો રાખવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિદેશી શરાબ લાવવા લઈ જવા માટે વપરાતા બે વાહનો પોલીસે કબજે લીધા છે. પોલીસને સ્થળ પરથી 2721 નંગ વિદેશી શરાબની બોટલો બે મોબાઈલ ફોન ફર્નિચર બનાવવાના સ્ટીલના બોક્સ તેમજ બે વાહનો મળી આવ્યા હતા.
આરોપીઓ વિરુદ્ધ ગુનોરુપિયા 13,21,980 ની કિંમતના વિદેશી શરાબના જથ્થા સાથે રુપિયા 12,50,000 ના વાહનો સહિત રુપિયા 25,82,480 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ગોડાઉન કુખ્યાત બિશ્નોઇ ગેંગ દ્વારા ચલાવવામાં આવતું હોવાની માહિતીના આધારે પોલીસે 10 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દિનેશ રાજપૂરોહિત રહે. રાજસ્થાન, નિલેશ ઉર્ફે નીલુ સિંધી રહે વડોદરા,વિજયસિંહ રાણા રહે માંજલપુર, ઓમપ્રકાશ મારવાડી,રમેશ મારવાડી સહિત વાહનોના માલિકોને વોન્ટેડ જાહેર કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.