ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં કિશનવાડી શાક માર્કેટના લારી ધારકોને અન્ય જગ્યા પર સ્થળાંતર કરાતા લારીધારકોમાં રોષ - laridharakomam aavedan

વડોદરાઃ શહેરના કિશનવાડી ગધેડા શાક માર્કેટના લારી ધારકોને અન્ય જગ્યા પર સ્થળાંતર કરાયા બાદ જે સ્થળે તેઓને પૂરતો રોજગાર ન મળતા લારીધારકોએ સુત્રોચ્ચારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી છે.

Vadodara
વડોદરામાં કિશનવાડી શાક માર્કેટના લારી ધારકોને અન્ય જગ્યા પર સ્થળાંતર કરાતા લારિધારકોમાં રોષ

By

Published : Dec 31, 2019, 11:22 PM IST

વડોદરા શહેરના કિશનવાડી શાક માર્કેટના લારી ધારકોને પાલિકા દ્વારા સ્થળાંતર કરાતા જે જગ્યા અનુકૂળ ના આવતા લારિધારકોમાં રોષ જોવા મળ્યો છે. મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી વડોદરાના ઉપ પ્રમુખ ભૂમિકા સિંધીની આગેવાનીમાં લારી ધારકોનો મોરચો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યો હતો

જ્યાં લારી ધારકોએ ભારે સુત્રોચ્ચારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયને રજુઆત કરી કિશનવાડી ખાતેજ શાક માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ લારી ધારકોએ આ બાબતે પાલિકામાં રજુઆત કરી હતી. તેમ છતાં તેઓની વાત ધ્યાને લેવામાં આવી નથી.

વડોદરામાં કિશનવાડી શાક માર્કેટના લારી ધારકોને અન્ય જગ્યા પર સ્થળાંતર કરાતા લારીધારકોમાં રોષ

છેલ્લા ઘણા વર્ષોથી કિશનવાડી ગધેડા માર્કેટમાં લારીધારકો શાકભાજીની લારીઓ લગાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં તેઓને કિશનવાડી માર્કેટમાંથી કોટિયાર્ક નગર પારસ સોસાયટી નજીક સરકારી સ્કૂલ પાસે સ્થળાંતર કરવામાં આવ્યા છે. જે જગ્યા તેઓને માફક આવી નથી. જેના કારણે તેઓને ગુજરાન ચલાવવા મુશ્કેલીઓ પડી રહી છે.

પાલિકા દ્વારા દબાણ હેઠળ લારીઓ હટાવવામાં આવી હતી. જેના કારણે તેઓની રોજી રોટી છીનવાઈ ગઈ હોવાના લારી ધારકોએ આક્ષેપ કર્યા છે. જેથી કિશનવાડી ખાતેજ જગ્યા આપવામાં આવે તેવી માગ સાથે લારી ધારકોએ મ્યુનસિપલ કમિશ્નરને રજુઆત કરી હતી. અને માગ સ્વિકારવામાં નહીં આવે તો ભૂખ હળતાલ કરવાની ચીમકી લારી ધારકોએ ઉચ્ચારી હતી.


ABOUT THE AUTHOR

...view details