- ગોરીયાદ ગામે બળજબરીથી જમીન પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી
- પાદરાના ગોરીયાદ ગામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
- ગ્રામ્ય પોલીસે એકની ધરપકડ કરી કાર્યવાહી કરી
વડોદરાઃ પાદરાના ગોરીયાદ ગામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. આશરે 1 વિઘા અને 4 ગુઠા વાડી 10 લાખની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાના ઈરાદાથી જમીનમાં કોઇપણ જાતની પરવાનગી વગર જમીનમાં પ્રવેશ કરી અને ગેરકાયદેસર રીતે ફેન્સીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગોરીયાદના એક ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગોરીયાદ ગામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો, 1 શખ્સ સામે કરાઇ કાર્યવાહી જમીન પર ગેરકાયદેસર કબજો
પાદરાના ગોરીયાદ ગામે પહેલી ખડકીમાં રહેતા પરેશભાઈ જશભાઈ પટેલ ગુજરાત રિફાઈનરીમાં સુપરવાઈસર તરીકે નોકરી કરે છે. અને તેઓ ખતી કામ પણ કરે છે. તેમને પૈસાની જરૂર પડતા જમીન વેચવા માટે કાઢેલી હતી. તે અરસામાં ગામમાં રહેતા સમીર ડાહ્યાભાઈ પટેલ ખરીદવાની વાત કરતા જમીન અવેજમાં દશ લાખમાં પુરેપુરી ચૂકવી દઈ પાકો વેચાણ દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. જમીન અવેજમાં 4,50,000 /- ચૂકવેલ નથી. પૂછ્યા વગર જમીનમાં જમીનમાં કામકાજ શરૂ કર્યું છે. સમીર પટેલે બાકી ના રૂપિયા નહિ આપું અને કબ્જો પણ નહીં આપું રજીસ્ટર બાનાખત કરવું હોઈ તો ત્રણ લાખ આપજો અને બાનાખત રદ કરી નાખીશ અને આ જમીનમાં આવીશ તો જીવતો નહીં છોડું એવી ધમકી આપી હતી. આ અંગે અરજદાર પરેશભાઈએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજ કરતા તેના અનુસંધાને સરકારના લેન્ડ ગ્રેબિંગ હેઠળના નવા કાયદા મુજબ નીમવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓની કમિટી દ્વારા ગોરીયાદ ગામે તપાસ કરતાં સમીર પટેલે 1 વિંઘા અને 4 ગુંઠા જેટલી જમીન અરજદારની સંમતિ વગર ગેરકાયદેસર અને બળજબરીથી પચાવી પાડી કબ્જો મેળવી લીધો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા હુકમ કરતાં પોલીસે વિગતવારની ફરિયાદ લઈને સમીર પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી અસરકારક કાર્યવાહી હાથધરી હતી.