ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara accident : કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, રોંગ સાઈડ ટુ વ્હીલર ચાલકનું મૃત્યુ - વડોદરી લાલબાગ ઓવર બ્રિજ પર કાર અકસ્માત

વડોદરાના લાલબાગ ઓવર બ્રિજ પર કાર ચાલકે સ્ટેરિંગ (Lalbagh over bridge Car accident) પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા યુવકનું મૃત્યુ નિપજ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે પોલીસ કાર ચાલકની અટકાયત કરી છે. (Car accident death in Vadodara)

Vadodara accident : કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, રોંગ સાઈડ ટુ વ્હીલર ચાલકનું મૃત્યુ
Vadodara accident : કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, રોંગ સાઈડ ટુ વ્હીલર ચાલકનું મૃત્યુ

By

Published : Jan 27, 2023, 12:01 PM IST

વડોદરાના લાલબાગ બ્રિજ પર કારનું ટાયર ફાટતા અકસ્માત

વડોદરા : શહેરના લાલબાગ ઓવર બ્રિજ પર ઇનોવા કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સામેની તરફથી આવતા ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા ટુ વ્હીલર ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. સ્થાનિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો :વડોદરાનો લાલબાગ ઓવરબ્રિજ બન્યો ત્યારથી સતત ચર્ચામાં રહ્યો છે. પરંતુ આ ઘટેલી ઘટનાએ તમામને વિચારતા કરી મુક્યા છે. શ્રેયસ સ્કૂલથી રાજમહેલ તરફ જવાના ઓવર બ્રિજના રસ્તે સાંજના સમયે ઇનોવા કાર જઈ રહી હતી. તે દરમિયાન બ્રિજ પર કારનું ટાયર ફાટતા કાર પોતાની લેન છોડીને સામેની લેનમાં ઘુસી ગઈ હતી. તેવામાં સામેની સાઈડથી એટલે કે કાશી વિશ્વનાથ મંદિરથી શ્રેયસ સ્કૂલ તરફ જવાના રસ્તે આવતા તું વ્હીલર ચાલક યુવકને કારે અડફેટે લીધો હતો. આ અડફેટે એટલી જોરદાર હતી કે ટુ વ્હીલર ચાલક જોરથી ઓવર બ્રિજની રેલિંગ સાથે ભટકાયો અને ગંભીર રીતે ઘવાયો હતો. તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે. યુવકનું ઓળખ મોહિત ધનરાજ પાટીલ (રહે- તરસાલી) હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો :Navsari Accident News : નેશનલ હાઈવે પર ઈનોવા અને કન્ટેનરનો અકસ્માત, ઘટનાસ્થળે જ 4ના મોત

પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત: આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરંતુ તબીબોએ યુવકની મૃત જાહેર કર્યો હતો. હાલમાં પોલીસે ગફલત ભરી અને બેદરકારી પૂર્વક કાર હંકારનાર કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઓવર બ્રિજની સંખ્યા વધારે છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓથી બચવા માટેની તકેદારી તમામ ચાલકો રાખે તે જરૂરી છે.

આ પણ વાંચો :Surat Accident : આ કેવો અકસ્માત, ટ્રક પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં વ્યક્તિ ઢસડાયો

ડોકટરે સ્પોટ ડેથ જાહેર કર્યો:તેમના પારિવારિક સભ્યએ જણાવ્યું હતું કે, તે મકરપુરા ખાતે આવેલી નવજીવન સોસાયટીમાં રહે છે. તે પોતાના ઘરેથી શહેરમાં આવતો હતો. તે દરમિયાન લાલબાગ બ્રિજ જોડે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમે હાલમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે, પરંતુ ડોક્ટરે તેને સ્પોર્ટ ડેથ જાહેર કર્યો હતો. તેઓ જણાવી કે તે પારુલ યુનિવર્સિટીમાં બી એ બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ઘરેથી માત્ર સિટીમાં આવવા નીકળતા આ પ્રકારનો અકસ્માત નડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details