વડોદરામાં બાઈકમાં સાડી ફસાઈ જતાં મહિલાનું મોત - VAGHODIYA
વડોદરાઃ જિલ્લાના વસવેલમાં ગામની મહિલા તેના પુત્ર સાથે ખેતરેથી પરત ફરતા સમયે રસ્તામાં ચાલુ બાઈકે ટાયરમાં ફસાઈ જતાં રસ્તા પર પછડાતા મૃત્યુ થયુ છે.

VDR
વાઘોડિયા તાલુકાના વસવેલ ગામની મહિલા પોતાના ખેતરેથી પુત્ર સાથે પરત ફરતા સમયે રસ્તામાં સાડી બાઈકના ટાયરમાં ફસાઈ જતાં બાઈક પરથી રોડ પર પછડાતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં મહિલાને 108 મારફતે સારવાર અર્થે ખેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉકટરે મહિલાને મૃત જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થયો હતો.