ગુજરાત

gujarat

ETV Bharat / state

રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ સ્થાને: બ્રિજેશ મેરજા - મનરેગા યોજના 2022

વડોદરા શ્રમ અને રોજગાર(Labor and Employment) પ્રધાનની બેઠક યોજવામાં આવી હતી. ગુજરાતમાં બેરોજગારી અંગે નિવેદન આપતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં લાખો યુવાનોને રોજગારી મળે તે માટેના રાજ્ય સરકારના પ્રયાસ ચાલી રહ્યા છે. શ્રમિકો સમાજનું અંગ છે તેમને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ સ્થાને છે.

રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ સ્થાને: બ્રિજેશ મેરજા
રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ સ્થાને: બ્રિજેશ મેરજા

By

Published : Jul 23, 2022, 1:51 PM IST

વડોદરાઃશહેના સર્કિટ હાઉસમાં શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. સાથે વિવિધ વહીવટી જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક( Labor and Employment )યીજી હતી. શ્રમ કૌશલ્ય, વિકાસ અને રોજગાર, શ્રમ કૌશલ્ય, વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ખાનગી હોટેલ ખાતે ગુજકોન 22નું ઉદ્ઘાટન કરવાના છે બાદમાં ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે અને સંગઠન સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

શ્રમ અને રોજગાર પ્રધાન

આ પણ વાંચોઃરાજ્યમાં હવે ડ્રોનથી યુવાનોને મળશે રોજગારી, ટૂંક સમયમાં શરૂ થશે નવો કોર્સ

15 કેડરમાં ભરતી માટે પરીક્ષાઓ લેવાઈ ગઈ -વડોદરા જિલ્લા પંચાયતમાં (Vadodara District Panchayat)ભરતી કરવા અંગે પ્રધાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. હાલમાં 45 ટકા જગ્યાઓ ખાલી છે તે અંગે વાત કરતા મીડિયાના સવાલ સાથે સહમતી દર્શાવી નો હતી. સાથે વિવિધ 17 સંવર્ગની જગ્યા ભરવા પંચાયત સેવા પસંદગી મંડળ એ જાહેરાત આપી ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ સુધીમાં 15 કેડરમાં ભરતી માટે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ કરી છે. સાથે 7 કોંગી ધારાસભ્યોના ક્રોસ વોટિંગ અંગે સવાલ પૂછતાં નિવેદન આપવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચોઃGujarat Budget 2022: ITI માં નવા 51 કોર્ષ શરૂ થશે : બ્રિજેશ મેરજા

યુવાનોને વધુ રોજગારી મળી તેવા સરકારના પ્રયાસ -ગુજરાતમાં બેરોજગારી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં લાખો યુવાનોને રોજગારી મળે તે માટેના રાજ્ય સરકારના પ્રયાસ ચાલી રહ્યા છે. શ્રમિકો સમાજનું અંગ છે તેમને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ સ્થાને છે. શ્રમ કૌશલ્ય, વિકાસ અને રોજગારની વાત કરતા પ્રધાને આવનાર દિવસોમાં વધુને વધુ લોકોને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર અને વડાપ્રધાનના અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે. વિવિધ ITIના માધ્યમથી સ્કિલ પ્રાપ્ત થાય છે તેને અપગ્રેડેશન કરવાની જાણકારી લેવામાં આવશે. સાથે વિવિધ વિભાગીય અધિકારીઓ સાથે સંવાદ કરી સમીક્ષા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details