વડોદરાઃ શહેરમાં કોરોના વાઇરસ મહામારીમાં પણ સારવારમાં કામ કરતા લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટની ભરતીને સાત વર્ષ પુરા થવા છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. જેથી લેબ સ્ટાફે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
વડોદરામાં લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટને કાયમી ન કરાતા વિરોધ પ્રદર્શન
વડોદરામાં કોરોનાની સારવારમાં કામ કરતા લેબ ટેક્નિશ્યન અને લેબ આસિસ્ટન્ટની ભરતીને સાત વર્ષ પુરા થવા છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. જેથી લેબ સ્ટાફે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાલમાં કોરોનાની બીમારીના સમયમાં કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે આ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. શુક્રવારે સ્ટાફ આ મુદ્દે પ્રદર્શન યોજી કોલેજના ડિન તેમજ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી છે.તેઓની રજુઆત હતી કે આ પ્રદર્શનથી અમે દુઃખી છે. અમને હડતાળ કે આંદોલન નહીં પરંતુ ન્યાય મળે તે માટે સરકારના સહકાર તથા હૂંફની જરૂરિયાત છે. આ મુદ્દે અમે અવાર - નવાર લેખિત અને રૂબરૂમાં મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ હજી સુધી અમને કાયમી નિમણુંક પત્ર આપવામાં આવ્યા નથી. અમારી ભરતી પછી બીજી ભરતી ગૌણ સેવાના કર્મચારીઓની થઈ હતી. જેઓને કાયમી કરવામાં આવ્યા છે.