- કોડિયાને લાગ્યું કોરોના ગ્રહણ
- સુમરા પરિવાર બનાવે છે કોડિયા
- કોરોનાને કારણે કોડિયાની માગ ઘટી
બનાસકાંઠા : દિવાળીના તહેવારમાં લોકોના ઘરોમાં પ્રકાશ પાથરતા કોડિયાને કોરોના ગ્રહણ લાગ્યું છે. કોડિયાના વેપારમાં ઘટાડો થતા ઝેરડાના વેપારીને લાખોનું નુકસાન થયું છે. હિન્દૂ ધર્મના સૌથી મોટા તહેવાર એવી દિવાળીને પણ મંદી નડી રહી છે, ત્યારે દિવાળીના પર્વમાં મુસ્લિમ પરિવાર દ્વારા વર્ષોથી માટીના કોડિયા બનાવવામાં આવે છે. આ માટીના કોડિયાની માગ ઘટતા વેપારીઓને નુકસાન થયું છે.
સુમરા પરિવાર નવી ટેકનોલોજી અને ડિઝાઈન આધારિત કોડિયા બનાવે છે દિવાળીના પર્વમાં મુસ્લિમ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે વર્ષોથી માટીના કોડિયા
કારીગરનો કોઈ ધર્મ નથી હોતો આ કહેવત સાચી સાબિત થઇ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામે કે જ્યાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર બનાવે છે દિવાળીના દીવા માટેના કોડિયા. વર્ષો પહેલા આ સુમરા પરિવાર પોતાના ગામ અને આજુબાજુના ગામ માટે દિવાળી નિમિત્તે માટીમાંથી કોડિયા બનાવતા હતા, પરંતુ સમયની સાથે કોડિયાની માગ વધી અને આ સુમરા પરિવાર દ્વારા આધુનિક મશીનોની મદદથી કોડિયા બનાવવાની શરૂઆત કરવામાં આવી. આજે અહી મોટા પ્રમાણમાં દિવાળીમાં દીવા માટે કોડિયા બનાવવામાં આવે છે.
દિવાળીના પર્વમાં મુસ્લિમ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે વર્ષોથી માટીના કોડિયા સમગ્ર વર્ષ દરમિયાન આ સુમરા પરિવાર કોડિયા બનાવે છે
સમગ્ર વર્ષ દરમિયાન આ સુમરા પરિવાર કોડિયા બનાવે છે. તેમ છતાં તેઓ માત્ર 25 લાખ જેટલા જ કોડિયા બનાવી શકે છે. જ્યારે તેમની પાસે 1 કરોડ જેટલા કોડિયાની માગ બજારમાં છે. આ વર્ષે ચાલી રહેલી કોરોના મહામારી હોવાના કારણે આ પરિવાર દ્વારા બનાવમાં આવેલા 25 લાખ જેટલા કોડિયામાંથી માત્ર 10 લાખ જેટલા જ કોડિયાનું વેચાણ થયું છે. જેથી આ વર્ષે સુમરા પરિવારને પણ મંદીનો માર સહેવાનો વારો આવ્યો છે.
સમગ્ર વર્ષ દરમિયાન આ સુમરા પરિવાર કોડિયા બનાવે છે કોડિયા હિંદુ ભાઈઓના ઘરમાં પ્રકાશ ફેલાવે છે
આ સુમરા પરિવાર નવી ટેકનોલોજી અને ડિઝાઈન આધારિત કોડિયા બનાવે છે. તેઓ મુસ્લિમ છે, પરંતુ હિંદુઓના સૌથી મોટા ગણાતા દિવાળીના તહેવારમાં તેમના દ્વારા બનાવેલા કોડિયા હિંદુ ભાઈઓના ઘરમાં પ્રકાશ ફેલાવે છે. તેના કારણે તેમને આત્મસંતોષ મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય બજારમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હતું, પરંતુ સરકાર દ્વારા તેના પર મુકેલા અંકુશ બાદ તેનો ફાયદો આ કારીગરોને થયો છે. સરકાર દ્વારા ગામડામાં જ રોજગારીની તકો સુમરા પરિવાર દ્વારા ઉભી કરવામાં આવી હતી.
કોડિયા હિંદુ ભાઈઓના ઘરમાં પ્રકાશ ફેલાવે છે 40થી વધુ લોકોને મળે છે રોજગારી
ગામના જ આશરે 40 જેટલા લોકો આ કામમાં જોડાયેલા હતા. રોજ આ કારીગરો ભેગા મળી 20,000 હજાર જેટલા કોડિયા બનાવતા હતા. અનેક લોકોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી રહેતી હતી. ગામમાં જ રોજગારી મળી રહેતી હોવાથી સ્થાનિકોમાં પણ આનંદ હતા. મોરબીથી આવતી લાલ માટી અને તેની સાથે તળાવની માટી મેળવી તેનું પ્રોસેસિંગ કરી તેમને કોડિયા બનાવે છે, પરંતુ ચાલુ વર્ષે ચાલી રહેલી કોરોના મહામારીને કારણે કોડિયાની માગ ઘટી છે. જેથી કારીગરો 40માંથી 15 કારીગરો કરી દીધા છે. કોરોનાને કારણે સુમરા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
40થી વધુ લોકોને મળે છે રોજગારી માટીના કોડિયાની માગ ઘટતા વેપારીઓને નુકસાન
ડીસા તાલુકાના ઝેરડા ગામમાં સુમરા પરિવાર દ્વારા દર વર્ષે લાખોની સંખ્યામાં નવી નવી ડિઝાઇનના કોડિયા બનાવવામાં આવે છે. જેના કારણે ગ્રાહકોમાં આવા કોડિયાની સૌથી વધુ માગ રહેતી હોય છે. ત્યારે દર વર્ષે સુમરા પરિવાર દ્વારા બનાવવામાં આવતા સમગ્ર ભારત દેશ અને વિદેશમાં પણ તેની માગ છે. છેલ્લા ઘણા વર્ષોથી સુમરા પરિવારના કોડિયા હૈદરાબાદ, મુંબઈ, દિલ્લી, રાજસ્થાન, ગોવા જેવા અનેક રાજ્યોમાં દીવડાની મોટી માગ રહેતી હતી, પરંતુ ચાલુ વર્ષે ચાલી રહેલી કોરોના મહામારીમાં સુમરા પરિવારના કોડિયાની માગ ઘટી છે. જેથી બહાર ન રાજ્યમાંથી લેવા આવેલા કોડિયાના વેપારી દર વર્ષ કરતા ઓછા કોડિયાની ખરીદી કરી રહ્યા છે. જેનું કારણ છે, ગ્રાહકોમાં આ વર્ષે કોરોના વાઇરસના કારણે કોડિયામાં માગ ઘટી છે.
માટીના કોડિયાની માગ ઘટતા વેપારીઓને નુકસાન હિન્દૂ ધર્મના સૌથી મોટા તહેવારને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ
દિવાળીએ હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે. પ્રકાશના આ પર્વમાં દીવાનું આગવું મહત્વ છે. ઝેરડાનો આ સુમરા પરિવાર કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે આગામી સમયમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીની દર વર્ષે લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના વાઇરસ જેવી મહામારીના કારણે આવશે દિવાળીનો પર્વ લોકો ઓછો ઉજવે તેવુ જણાઇ રહ્યું છે. ખાસ કરીને દર વર્ષે દિવાળીના તહેવારના એક મહિના પહેલા લોકો દિવાળીની ખરીદી કરવાની શરૂ કરી દેતા હોય છે. જેના કારણે તમામ વેપારીઓ મોડી રાત સુધી પોતાના ધંધા-રોજગાર ખુલ્લા કરી બેઠા હોય છે, પરંતુ આ વર્ષે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો હોવા છતાં પણ હજૂ સુધી બનાસકાંઠા જિલ્લાની બજારો સૂમસામ જોવા મળી રહી છે. વેપારીઓ પણ મોટી સંખ્યામાં પોતાના ધંધા પર ગ્રાહક વગર બેઠેલા નજરે પડી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, આ વર્ષે દિવાળીના તહેવારમાં કોરોના વાઇરસના કારણે તમામ ધંધા-રોજગાર પર મંદી જોવા મળશે.
દિવાળીના તહેવારમાં લોકોના ઘરોને પ્રકાશ આપતા કોડિયાને લાગ્યું કોરોના ગ્રહણ