ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાની શું છે સ્થિતિ જાણો Etv Bharatનું રિયાલીટી ચેક - Number of positive cases

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે અને મૃતકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેને લઈને સ્મશાનોની સંખ્યા પણ તંત્ર દ્વારા વધારવામાં આવી રહી છે. ત્યારે ઇટીવી ભારત દ્વારા વડોદરા ખાસવાડી સ્મશાનની રિયાલીટી ચેક કરવામાં આવી છે.

કોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાની શું છે સ્થિતિ જાણો Etv Bharatનું રિયાલીટી ચેક
કોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાની શું છે સ્થિતિ જાણો Etv Bharatનું રિયાલીટી ચેક

By

Published : Apr 8, 2021, 7:18 PM IST

  • ખાસવાડી સ્મશાનમાં કોરોનાનાથી મૃત્યુ પામેલા લોકોની અસ્થિઓના પોટલાના ઢગ
  • કોરોનાનાથી મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિ લેવામાં પણ પરિવારજનોમાં ડર
  • સ્મશાનમાં સ્વયંસેવકો અસ્થિઓ કરી રહ્યા છે ભેગી

વડોદરાઃ શહેરના ખાસવાડી સ્મશાનમાં અસ્થિ ભરેલા પોટલાના ઢગલા મોટાભાગના પરિવારજનો લઈ જવા માટે પણ ડરે છે. કોરોનાના કહેરથી શહેરમાં મૃત્યુઆંક વધી રહ્યો છે, ત્યારે સ્મશાનોની અંદર ચિતાઓ સળગી રહી છે, ત્યારે તેની અસ્થિઓના પોટલાં પરિવારજનો લેવા અવવામાં પણ ડરી રહ્યા છે. જેના સ્વયંસેવકો અસ્થિઓના પોટલા બનાવી ભેગી કરી રહ્યા છે.

કોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાની શું છે સ્થિતિ જાણો Etv Bharatનું રિયાલીટી ચેક

આ પણ વાંચોઃ મંદિરોમાં કોરોના ગાઇડલાઇનની શું છે પસ્થિતિ ? જાણો Etv Bharatનું રિયાલીટી ચેક

સ્મશાનોમાં અસ્થિઓના પોટલાના ઢગલા

શહેરમાં કોરોનાંએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે અને મૃતકોની સંખ્યામાં પણ દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જે તેને લઈને સ્મશાનોની સંખ્યા પણ તંત્ર દ્વારા વધારવામાં આવી રહી છે. 24 કલાક વડોદરા શહેરના સ્મશાનોમાં કોરોનાથી મોત થતાં દર્દીઓના મૃતદેહો એમ્બ્યુલન્સમાં આવી રહ્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સમશાનમાં 20 જેટલી ચિતાઓ આવેલી છે. જેમાં કોરોના કારણે સંખ્યાએ હદપાર વધી રહી છે કે વેઇટિંગમાં મૃતદેહો પડી રહ્યા છે. જ્યારે કોરોનાનો ડર એટલો બધો છે કે, કોરોનાથી મૃત્યું પામેલા કે અન્ય મૃતદેહોના અસ્થિઓ પરિવારજનો લેવા આવવા માટે ડરી રહ્યા છે. સ્વયંસેવકો અસ્થિઓના પોટલા બનાવી રહ્યા છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના અસ્થિ લેવા માટે પણ પરિવારજનોના આવતા ન હોવાથી સ્મશાનોમાં અસ્થિઓના પોટલાના ઢગલા થઈ ગયા છે. પોટલોમાં બંધ હસ્તીઓ મોક્ષ પ્રાપ્તિની રાહ જોઈ રહ્યા છે.

વિજ્ઞાન ક્ષેત્રે આપણે ભરેલી હરણફાળનું જ એ પરિણામ છે કે આજે આપણે કોરોનાની રસીના સારા એવા પરિણામો મેળવી રહ્યા છીએ, પરંતુ રાજ્યમાં ફરીવાર જાણે કોરોનાએ માથું ઉચક્યું હોય તેવો આભાસ પણ થઈ રહ્યો છે અને એ જ કારણ કે ગુજરાત હાઈકોર્ટે વણસતી સ્થિતી ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

મોટર વ્હિકલ એક્ટ મુજબ બસો સહિત તમામ વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી જરૂરી છે. ત્યારે વડોદરા બસ ડેપોમાં આવતી બસમાં ફર્સ્ટ એઈડ કિટ છે કે કેમ? તે અંગે ETV ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જાણો તપાસમાં શું સામે આવ્યું.

દિવાળી બાદ કોરોના ખૂબ ગતીથી વધી રહ્યો છે, ત્યારે માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. જેથી ETV BHARAT દ્વારા માસ્ક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકો માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યા છે.

કોરોના મહામારથી બચવા સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનનો ભંગ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યો છે. ETV BHARATની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. આ લોકોને જ્યારે માસ્ક અંગે સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે અવનવા બહાના બનાવ્યાં હતા.

વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં ભારત દેશમાં બાકી રહ્યો નથી, માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર કરતા ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં સુલભ શૌચાલય બંધ કરવાના આદેશ આપ્યા હતા, ઈટીવી ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તેમજ ડીસામાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, ત્યારે ડીસા શહેરમાં આવેલી બેકરી ચલાવતા લોકોનું રિયાલીટી ચેક ETVની ટીમે કર્યું હતું. જેમાં કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details