- સાવલીના મંજુસર ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય કેતન ઇનામદારે આ યોજનાનો શુભારંભ કરાવ્યો
- ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ
વડોદરાઃ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા ખેડૂત લક્ષી નિર્ણય પૈકી ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી મળી રહે તે માટે ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે, ત્યારે સાવલી તાલુકામાં મંજુસર જીઆઇડીસી પાસે સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય કેતન ઈનામદારે આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
સાવલીના મંજુસર ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ લાંબા સમય બાદ ખેડૂતોની વીજ માંગ સંતોષાઈ
ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દિવસે વીજળી મળી રહે તે માટેની માંગણી કરવામાં આવી હતી. જેને સંતોષવા અને ખેડૂતોને દિવસે ખેતી માટે જરૂરી વીજ પુરવઠો પૂરો પાડવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો છે. આ માટે સાવલી તાલુકામાં 66kv, ટુંડાવ સબસ્ટેશનમાંથી નીકળતા 11KV, રામનગર એ.જી ફીડર જેમાંથી સાવલી તાલુકાના પસવા, મોતીપુરા, સુભેલાવ, પાલડી, મંજુસર, જેવા અનેક ગામોના કુલ 166 ગ્રાહકોને આ લાભ હેઠળ આવરી લેવાયા છે.
સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ શુભ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય સહિત સાવલી તાલુકા ભાજપા મહામંત્રી નટવરસિંહ, પ્રમુખ મહીપતસિંહ, જીઆઇડીસી એસોસિએશન પ્રમુખ જય શર્મા, બજારસમિતિ ચેરમેન રાજુ પટેલ અને એમજીવીસીએલના કાર્યકરો અને અધિકારીઓ, ભાજપાના કાર્યકરો, હોદ્દેદારો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
સાવલીના મંજુસર ખાતેથી સાંસદ રંજનબેન ભટ્ટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો